
આ સીરીઝ અંગે નિર્દેશક રાજેશ માપુસ્કરે કહ્યું, રૂદ્ર એક સામાન્ય પોલીસવાળા અને ક્રાઈમ ડ્રામાની ઉંડી અને ગંભીર કહાનીને રજૂ કરે છે. એક હીરો જે પોતે અંધારામાં છે તે ગુનાખોરી મગજની માનસિકતાને સમજવા અને સત્યને શોધવામાં લાગી જાય છે. આ ખૂબ જ આકર્ષક અને રસપ્રદ કહાની છે અને આશા રાખુ છુ કે લોકોને તેને વધારે પસંદ કરશે.
તો અજય દેવગને કહ્યું, રૂદ્ર- ધ એજ ઑફ ડાર્કનેસમાં મારુ પાત્ર ખૂબ જ ગ્રે છે, જેને તમે પહેલા ક્યારેય જોયુ નહીં હોય. આ પાત્ર મારા માટે પડકારપૂર્ણ અને પ્રેરક બંને રહ્યું છે અને હું રૂદ્રના જાદુને વિશ્વભરમાં પોતાના ચાહકોની સાથે શેર કરવા માટે ઉત્સાહિત છુ. મને આશા છે કે આ શોને એટલો જ પ્રેમ કરીશું, જેટલો અમે આ શોને બનાવવાની દિશામાં કામ કર્યુ છે.
