‘RTB’ના સમાચાર અનુસાર, પ્રાદેશિક અધિકારીઓએ ગબોમ્બલોરા ગામમાં વિસ્ફોટની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે વિસ્ફોટ બાદ ઘણા લોકો ઘાયલ થયા છે. એવું માનવામાં આવે છે કે ખાણકામ માટે ઉપયોગમાં લેવાતા રસાયણોને કારણે વિસ્ફોટ થયો હશે. ઉલ્લેખનીય છે કે, વિસ્ફોટ દરમિયાન તાજના સાક્ષી એક કર્મચારીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ વિસ્ફોટ એટલો ભીષણ હતો કે ચારેકોર લાશ નજરે પડી રહી હતી. આ ભયાનક નજારો હતો. આ ઘટના સ્થાનીક સમય પ્રમાણે બપોરે 2 વાગ્યાની આસપાસ બની હતી.