ઈન્ડીયન નેવીએ NCBની મદદથી મધ દરિયેથી 2000 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડતા ખળભળાટ મચ્યો

ભારતમાં મોટાપાયે ડ્રગ્સ ઘુસાડીને યુવાનોને નશાની લતમાં ચડાવી દેવા ઈન્ટરનેશનલ સ્તરે મોટું ષડયંત્ર રચાઈ રહ્યું છે. ઈન્ડીયન નેવીએ NCBની મદદથી મધ દરિયેથી 2000 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડતા ખળભળાટ મચ્યો છે. ઈન્ડીન નેવીના પ્રવક્તાએ જણાવ્યું કે મધદરિયે એક મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું, એન્ટી ડ્રગ્સ એજન્સી એનસીબીએ ઈન્ડીયન નેવીની સહાયથી મધદરિયે ઓપરેશન પાર પાડીને 2000 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. 
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)એ એક ખૂબ જ મોટી પાન-ઇન્ડિયા ડ્રગ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. આ સિન્ડિકેટ ઘણા દેશો સાથે સંકળાયેલી છે. જુદા જુદા રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યા છે અને ૨૨ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઘણી છોકરીઓ પણ પકડાઈ છે. ડ્રગ્સની રિકવરી માટે એનડીઆરએફના ડાઇવર્સને પણ કામે લગાડવામાં આવ્યા છે. ખૂબ જ અનોખી રીતે ડ્રગ્સનો જથ્થો ઘરો સુધી પહોંચી રહ્યો હતો.
2000 કરોડમાં ડ્રગ્સ ઝડપાયા બાદ સવાલ ઉઠવા લાગ્યા છે કે આટલી મોટી ખેપ ક્યાંથી આવી અને કોણે મોકલી. એજન્સીઓ હાલમાં તપાસમાં લાગી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *