Deendayal Port Authority દીનદયાલ પોર્ટની વધુ એક મોટી સિદ્ધિ: 100 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગ

Deendayal Port Authority દીનદયાલ પોર્ટની વધુ એક મોટી સિદ્ધિ: 100 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગ

Deendayal Port Authority દીનદયાલ પોર્ટ ઓથોરિટી (DPA), કંડલાએ ચાલુ નાણાકીય વર્ષમાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. પોર્ટ દ્વારા 6 ઓક્ટોબર, 2026ના રોજ 100 મિલિયન મેટ્રિક ટન (10 કરોડ MT) કાર્ગો હેન્ડલિંગનો આંકડો પાર કરવામાં આવ્યો છે.

ગત નાણાકીય વર્ષ 2025-26ની તુલનામાં પોર્ટ દ્વારા આ સિદ્ધિ 51 દિવસ વહેલી હાંસલ કરવામાં આવી છે. આ સાથે કાર્ગો હેન્ડલિંગ ક્ષેત્રે આ સપ્તાહમાં પોર્ટની આ ત્રીજી મહત્વપૂર્ણ સફળતા છે.

આ અગાઉ પોર્ટ દ્વારા એક જ દિવસમાં અનુક્રમે 9 લાખ ટન અને 14 લાખ ટન કાર્ગો હેન્ડલિંગ કરવાની નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરવામાં આવી હતી.

Deendayal Port Authority ઉલ્લેખનીય છે કે, દીનદયાલ પોર્ટ ઓથોરિટીએ ગત નાણાકીય વર્ષ દરમિયાન 160 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગ કરીને દેશના તમામ મહાબંદરોમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. હવે ચાલુ નાણાકીય વર્ષમાં 170 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગના લક્ષ્યાંક સાથે પોર્ટ આગળ વધી રહ્યું છે.

વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *