Kutch દેશલપર પાસે બાઈકને ટ્રકની ટક્કર, 13 વર્ષીય બાળકીનું મોત

Kutch દેશલપર પાસે બાઈકને ટ્રકની ટક્કર, 13 વર્ષીય બાળકીનું મોત

મળતી માહિતી મુજબ મોરબી જિલ્લાના વીરપર ગામના શિવાભાઈ દલાભાઈ રિબડિયા પરિવારજનો સાથે બે બાઈક પર માતાના મઢ દર્શનાર્થે નીકળ્યા હતા. તેમના બનેવી દશરથભાઈના બાઈક પર તેમની પુત્રી નિશા અને પુત્ર નવઘણ સવાર હતા.

ગઈકાલે રાત્રે દેશલપર ગામ નજીક આશિષ હોટલ પાસે પહોંચતા પાછળથી પૂરઝડપે આવેલી GJ-12-X-2584 નંબરની ટ્રકે બાઈકને ટક્કર મારી હતી. અકસ્માતમાં પાછળ બેઠેલી નિશા ટ્રકના ટાયર નીચે આવી ગઈ હતી અને ગંભીર ઈજાઓને પગલે તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

અકસમાત બાદ ટ્રકચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો. આસપાસના યાત્રાળુઓ એકત્ર થઈ ગયા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે નિશાને મંગવાણા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.

આ બનાવ અંગે નિશાના પિતા શિવાભાઈ રિબડિયાએ માનકૂવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાવથી પરિવારજનો સહિત માતાના મઢ જતા યાત્રાળુઓમાં પણ શોકની લાગણી ફેલાઈ હતી.

વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *