Kutch નખત્રાણામાં છોટા હાથીમાં પ્રચંડ બ્લાસ્ટ: બે ભાઈ અને બે માસૂમ સહિત 4નાં મોત, વાહનના ફુરચેફુરચા ઉડ્યા

Kutch નખત્રાણામાં છોટા હાથીમાં પ્રચંડ બ્લાસ્ટ: બે ભાઈ અને બે માસૂમ સહિત 4નાં મોત, વાહનના ફુરચે ફુરચા ઉડ્યા

kutch કચ્છના નખત્રાણા તાલુકામાં શનિવારે બનેલી ગોઝારી ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી દીધો છે. કોટડા જડોદર નજીક આવેલા ભાગણવાડા વિસ્તારમાં છોટા હાથી વાહનમાં અચાનક પ્રચંડ વિસ્ફોટ થતાં ચાર લોકોનાં કરૂણ મોત નીપજ્યાં છે. મૃતકોમાં બે સગા ભાઈઓ અને આશરે ત્રણ વર્ષની ઉંમરના બે માસૂમ બાળકોનો સમાવેશ થાય છે.

kutch પ્રાથમિક વિગતો મુજબ, ભાગણવાડા વિસ્તારમાંથી છોટા હાથી વાહન પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક તેમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનો ધડાકો આસપાસના વિસ્તારોમાં સંભળાયો હતો. બ્લાસ્ટની તીવ્રતાને કારણે વાહનના પાછળના ભાગના કુરચેફુરચા થઈ ગયા હતા.

Kutch બે ભાઈ અને બે માસૂમ બાળકોનાં મોત

આ દુર્ઘટનામાં મામદ ઈલિયાસ કુંભાર (આશરે 30 વર્ષ), નૂરમામદ ઈલિયાસ કુંભાર (આશરે 26 વર્ષ), હસનેન મામદ (આશરે 3 વર્ષ) અને નૂર ફાતિમા નૂરમામદ (આશરે 3 વર્ષ)નાં મોત થયાં હોવાનું સામે આવ્યું છે. એક જ પરિવારના ચાર સભ્યોનાં મોત થતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.

Kutch બ્લાસ્ટનું ચોક્કસ કારણ જાણવા પોલીસ તપાસ

ઘટનાની જાણ થતાં નખત્રાણા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે બનાવની તપાસ શરૂ કરી છે અને બ્લાસ્ટ પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે સ્થળ પરથી જરૂરી પુરાવા એકત્રિત કર્યા છે.

વાહનમાં કઈ સામગ્રીના કારણે વિસ્ફોટ થયો અને બ્લાસ્ટનું ચોક્કસ કારણ શું હતું તે અંગે હજુ સત્તાવાર સ્પષ્ટતા થઈ નથી. પોલીસની તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાનું ચોક્કસ કારણ સામે આવશે.

Kutch ધડાકાથી વિસ્તારમાં અફરાતફરી

પ્રચંડ વિસ્ફોટના કારણે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ધડાકાની તીવ્રતા અને વાહનને થયેલા નુકસાનને જોતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. બે યુવાન ભાઈઓ અને બે માસૂમ બાળકોના મોતથી કોટડા જડોદર સહિત આસપાસના વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે.

બ્લાસ્ટના કારણ અંગે સત્તાવાર તપાસ ચાલુ હોવાથી કારણ અંગેના દાવા પોલીસ તપાસના અંતિમ તારણ બાદ જ સ્પષ્ટ થશે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *