FDC Drug Ban India બાળકોને કફ-એલર્જીની દવા આપતા માતા-પિતા સાવધાન! 4 વર્ષથી નાના બાળકો માટે ખાસ ચેતવણી

FDC Drug Ban India બાળકોને કફ-એલર્જીની દવા આપતા માતા-પિતા સાવધાન! 4 વર્ષથી નાના બાળકો માટે ખાસ ચેતવણી

FDC Drug Ban India :  નાના બાળકોને શરદી, ઉધરસ અને એલર્જીની દવા આપતા માતા-પિતાએ હવે ખાસ સાવચેતી રાખવી પડશે. કેન્દ્ર સરકારે Chlorpheniramine Maleate અને Phenylephrine Hydrochlorideના મિશ્રણવાળી Fixed-Dose Combination (FDC) દવાઓના ઉપયોગ અંગે મહત્વપૂર્ણ આદેશ જાહેર કર્યો છે.

FDC Drug Ban India : 4 વર્ષથી નાના બાળકોને દવા નહીં આપી શકાય

કેન્દ્ર સરકારના આદેશ મુજબ, Chlorpheniramine Maleate અને Phenylephrine Hydrochloride ધરાવતી દવાઓનો ઉપયોગ 4 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે કરી શકાશે નહીં. આવી દવાઓના પેકિંગ, લેબલ, Package Insert અને Promotional Material પર સ્પષ્ટ ચેતવણી લખવી ફરજિયાત કરવામાં આવી છે કે “4 વર્ષથી નાના બાળકો માટે ઉપયોગ કરવો નહીં. આ નિયમ સિરપ, ડ્રોપ્સ સહિત આ બંને ઘટકો ધરાવતી વિવિધ દવા બનાવટો પર લાગુ પડશે.

FDC Drug Ban India : નાના બાળકો માટે કેમ લેવાયો નિર્ણય?

આ કોમ્બિનેશન સામાન્ય રીતે વહેતું નાક, બંધ નાક, છીંક, એલર્જી અને શરદી-ઉધરસના લક્ષણોમાં રાહત માટે ઉપયોગમાં લેવાય છે. જોકે, નિષ્ણાતોની સમીક્ષા દરમિયાન 4 વર્ષથી નાના બાળકોમાં આવા કોમ્બિનેશનના ઉપયોગથી ગંભીર આડઅસરો અને સ્વાસ્થ્ય સંબંધિત જોખમોની શક્યતા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.

સરકારના નિર્ણય પાછળ બાળકોની સુરક્ષા અને આવા કોમ્બિનેશનના અનિયંત્રિત ઉપયોગને રોકવાનો મુખ્ય હેતુ છે.

FDC Drug Ban India : દવા કંપનીઓ માટે પણ કડક નિયમ

નવા નિયમ હેઠળ સંબંધિત દવાઓ બનાવતી કંપનીઓએ દરેક પેક, લેબલ, માહિતીપત્રક અને પ્રચાર સામગ્રી પર વયસીમા અંગેની ચેતવણી સ્પષ્ટપણે દર્શાવવી પડશે.

કેન્દ્ર સરકારે આ કાર્યવાહી Drugs and Cosmetics Act, 1940ની Section 26A હેઠળ કરી છે. સંબંધિત ઉત્પાદકો, વિતરકો અને વેચાણકર્તાઓએ સરકારના આદેશનું પાલન કરવાનું રહેશે.

FDC Drug Ban India : માતા-પિતાએ શું ધ્યાન રાખવું?

બાળકને શરદી, ઉધરસ કે એલર્જી હોય ત્યારે પોતાની રીતે દવા આપવાને બદલે બાળરોગ નિષ્ણાતની સલાહ લેવી વધુ સુરક્ષિત છે. ખાસ કરીને 4 વર્ષથી નાના બાળકને કોઈપણ કફ-કોલ્ડ અથવા એલર્જીની દવા આપતા પહેલાં દવાનું લેબલ અને તેમાં રહેલા ઘટકો અંગે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *