
gujarat high court : ગુજરાત ન્યાયતંત્રમાં મોટાપાયે બદલી-બઢતી: 67 ડિસ્ટ્રિક્ટ, 63 સિવિલ જજની બદલી, 79ને પ્રમોશન
gujarat high court : ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્યની તાબાની અદાલતોમાં મોટા પાયે જજોની બદલી અને બઢતીના આદેશ કરવામાં આવ્યા છે. વિવિધ કક્ષાના જજોની બદલી, આંતરિક કોર્ટ ટ્રાન્સફર અને પ્રમોશન સાથેની નિમણૂક કરવામાં આવી છે. નવા સ્થાને બદલી-બઢતી પામેલા જજોએ 17 ઓગસ્ટ, 2026 સુધીમાં ચાર્જ સંભાળવાનો રહેશે.
gujarat high court : 63 સિવિલ જજની આંતર જિલ્લા બદલી
રાજ્યની તાબાની અદાલતોમાં કુલ 63 સિવિલ જજની આંતર જિલ્લા બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત એક જ જિલ્લામાં અલગ-અલગ કોર્ટમાં આંતરિક બદલી પણ કરવામાં આવી છે.
આંતરિક બદલીમાં અમદાવાદના 2, ભરૂચના 2, ભાવનગરના 1, દાહોદના 1, ગાંધીનગરના 1, કચ્છના 3, મહેસાણાના 3, મોરબીના 1, રાજકોટના 6, સાબરકાંઠાના 1, સુરતના 6 અને વડોદરાના 2 સિવિલ જજનો સમાવેશ થાય છે.
gujarat high court : 26 સિનિયર સિવિલ જજની બદલી, 79ને પ્રમોશન
સિનિયર સિવિલ જજની કક્ષામાં કુલ 26 જજની આંતરિક જિલ્લા બદલી કરવામાં આવી છે. સાથે જ 79 જજને પ્રમોશન આપવામાં આવ્યું છે.
એક જ જિલ્લામાં આંતરિક કોર્ટ બદલીની વાત કરીએ તો અમદાવાદમાં 37, અરવલ્લીમાં 1, બનાસકાંઠામાં 5, ભાવનગરમાં 2, દાહોદમાં 2, દ્વારકામાં 2, ગાંધીનગરમાં 4, ગીર સોમનાથમાં 1, જામનગરમાં 8, જૂનાગઢમાં 3, કચ્છમાં 1, ખેડામાં 7, મહેસાણામાં 6, મોરબીમાં 3, નર્મદામાં 2, પાટણમાં 1, પોરબંદરમાં 2, રાજકોટમાં 21, સાબરકાંઠામાં 5, સુરતમાં 19, સુરેન્દ્રનગરમાં 2, વડોદરામાં 21 અને વલસાડમાં 2 જજનો સમાવેશ થાય છે.
gujarat high court : 67 ડિસ્ટ્રિક્ટ જજની આંતર જિલ્લા બદલી
ડિસ્ટ્રિક્ટ જજની કક્ષામાં કુલ 67 જજની આંતર જિલ્લા બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રમોશન સાથે ટ્રાન્સફર થયેલા 57 જજનો પણ સમાવેશ થાય છે.
વધુમાં 86 જજને એડિશનલ સેશન્સ અથવા સેશન્સ કોર્ટમાંથી સેશન્સ ડિવિઝનમાં મુકવામાં આવ્યા છે.
આ નિમણૂકોમાં અમદાવાદના 9, અમરેલીના 2, આણંદના 4, અરવલ્લીના 1, બનાસકાંઠાના 6, ભરૂચના 5, ભાવનગરના 3, બોટાદના 1, છોટા ઉદેપુરના 1, ગાંધીનગરના 4, જામનગરના 2, કચ્છના 8, ખેડાના 1, મહેસાણાના 5, મોરબીના 1, નવસારીના 1, પાટણના 2, રાજકોટના 8, સુરતના 17, સુરેન્દ્રનગરના 4 અને વડોદરાના 11 જજનો સમાવેશ થાય છે.
gujarat high court : 17 ઓગસ્ટ સુધીમાં ચાર્જ સંભાળવાનો રહેશે
ગુજરાત હાઇકોર્ટના આ બદલી-બઢતીના આદેશ બાદ સંબંધિત તમામ જજોએ પોતાની વર્તમાન જગ્યાએથી 17 ઓગસ્ટ, 2026 સુધીમાં નવી જગ્યાનો ચાર્જ સંભાળવાનો રહેશે. ન્યાયતંત્રમાં થયેલા આ વ્યાપક ફેરફારથી રાજ્યની વિવિધ તાબાની અદાલતોમાં જજોની કામગીરી અને જવાબદારીઓમાં ફેરફાર થશે.
