EMI નહીં ભરો તો મોબાઇલ-લેપટોપ લોક થઈ શકશે? RBIના નવા નિયમોમાં જાણો શું છે જોગવાઈ

EMI નહીં ભરો તો મોબાઇલ-લેપટોપ લોક થઈ શકશે? RBIના નવા નિયમોમાં જાણો શું છે જોગવાઈ

EMI લોન પર ખરીદવામાં આવેલા સ્માર્ટફોન, લેપટોપ અથવા અન્ય ડિવાઇસની EMI સમયસર ન ભરાય તો બેંક કે ફાઇનાન્સ કંપની ડિવાઇસને લોક કરી શકે છે કે નહીં, તેને લઈને ગ્રાહકોમાં અનેક સવાલો ઉભા થાય છે. નવા નિયમો હેઠળ ડિવાઇસ લોક કરવાની પ્રક્રિયા માટે સમયમર્યાદા અને ગ્રાહકોના અધિકારો અંગે કેટલીક મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી છે.રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના નિયમોનો હેતુ લોનની વસૂલાત માટે ટેક્નોલોજીના ઉપયોગને મંજૂરી આપવાની સાથે ગ્રાહકોને અનાવશ્યક રીતે હેરાનગતિથી બચાવવાનો છે.

એક EMI નહીં ભરો એટલે તરત મોબાઇલ લોક નહીં થાય

માત્ર એક EMI ચૂકવવામાં નિષ્ફળતા થાય એટલે બેંક તરત જ મોબાઇલ કે લેપટોપ લોક કરી શકશે નહીં. બાકી રકમ માટે નિયમિત રિકવરી પ્રક્રિયા અને જરૂરી નોટિસની કાર્યવાહી કરવી પડશે.

EMI 30 દિવસ સુધી તાત્કાલિક લોકિંગ નહીં

EMI લોન ખાતું ઓછામાં ઓછું 30 દિવસ ઓવરડ્યુ થયા બાદ જ આગળની ઔપચારિક કાર્યવાહી શરૂ કરી શકાય છે. ગ્રાહકને બાકી ચુકવણી અંગે યોગ્ય જાણ કરવામાં આવવી જરૂરી રહેશે.

EMI 30થી 60 દિવસ દરમિયાન મર્યાદિત પ્રતિબંધ

જો EMIમાં વિલંબ 30થી 60 દિવસ સુધી રહે તો કરાર અને લાગુ નિયમો મુજબ ડિવાઇસ પર તબક્કાવાર અથવા મર્યાદિત પ્રતિબંધ લગાવી શકાય છે. જોકે, આ સમયગાળા દરમિયાન આવશ્યક સંચાર સુવિધાઓને સંપૂર્ણપણે બંધ કરી શકાશે નહીં.

EMI 60 દિવસ બાદ સંપૂર્ણ લોકિંગ

જો બાકી EMI 60 દિવસથી વધુ સમય સુધી ચૂકવવામાં ન આવે તો લોન કરારમાં રહેલી જોગવાઈઓ મુજબ ડિવાઇસને સંપૂર્ણપણે લોક કરવાની કાર્યવાહી થઈ શકે છે.

EMI ઈમરજન્સી સેવાઓ બંધ કરી શકાશે નહીં

ડિવાઇસ લોક કરવામાં આવે તો પણ ગ્રાહકની જરૂરી સેવાઓનું ધ્યાન રાખવું પડશે. ખાસ કરીને ઈનકમિંગ કોલ, SMS, SOS અને ઈમરજન્સી કમ્યુનિકેશન જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેવી જરૂરી છે.

આ ઉપરાંત રોજગાર અથવા જરૂરી કામકાજ સાથે જોડાયેલી સેવાઓને પણ અનાવશ્યક રીતે બંધ કરીને ગ્રાહકને આર્થિક રીતે મુશ્કેલીમાં મૂકી શકાય નહીં.

EMI ગ્રાહકના અંગત ડેટાની સુરક્ષા પણ મહત્વપૂર્ણ

ડિવાઇસ લોક કરવાની પ્રક્રિયા દરમિયાન બેંક અથવા ફાઇનાન્સ કંપની ગ્રાહકના અંગત ડેટાનો મનસ્વી ઉપયોગ કરી શકશે નહીં.

ગ્રાહકના: પર્સનલ કોન્ટેક્ટ્સ,કોલ લોગ્સ, ફોટોગ્રાફ્સ,લોકેશન હિસ્ટ્રી,ખાનગી મેસેજ જેવી વ્યક્તિગત માહિતી સુધી અનધિકૃત રીતે પહોંચવાની મંજૂરી રહેશે નહીં.

બાકી રકમ ચૂકવ્યા બાદ ઝડપથી અનલોક કરવાની જોગવાઈ

ગ્રાહક બાકી રકમની ચુકવણી કરી દે ત્યારબાદ ડિવાઇસને નિર્ધારિત સમયમર્યાદામાં અનલોક કરવાની પ્રક્રિયા કરવી પડશે. અહીં જણાવવામાં આવેલી જોગવાઈ મુજબ ચુકવણી બાદ એક કલાકની અંદર અનલોક કરવાની વાત છે અને વિલંબ થાય તો દર કલાકે ₹250 વળતરની જોગવાઈ દર્શાવવામાં આવી છે.

RBI કયા ડિવાઇસ પર નિયમ લાગુ થશે?

આ પ્રકારનું ડિવાઇસ લોકિંગ મુખ્યત્વે લોન દ્વારા ખરીદવામાં આવેલા તે જ મોબાઇલ, લેપટોપ અથવા અન્ય ડિવાઇસ સાથે સંબંધિત છે, જેના માટે લોન લેવામાં આવી હોય.

એટલે કે ગ્રાહકે કોઈ અન્ય વ્યક્તિગત અથવા કન્ઝ્યુમર લોન લીધી હોય અને તે લોનની EMI બાકી હોય તો બેંક ગ્રાહકના અન્ય વ્યક્તિગત મોબાઇલ ફોનને મનસ્વી રીતે લોક કરી શકશે નહીં.

રિકવરી એજન્ટ્સ અંગે પણ ફેરફાર

RBI દ્વારા લોનની વસૂલાત માટે કામ કરતા રિકવરી એજન્ટ્સ અંગેની કેટલીક જોગવાઈઓમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. વેબસાઈટ પર રિકવરી એજન્ટ્સની વ્યક્તિગત વિગતો જાહેર કરવાની શરતોમાં ફેરફાર કરીને ધિરાણ આપતી સંસ્થાઓને કેટલીક રાહત આપવામાં આવી છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *