
Rajkot news રાજકોટમાં પરિવારના 3 સભ્યોએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ, માતાનું મોત; પિતા-પુત્ર ગંભીર
Rajkot news શહેરના સાધુવાસવાણી રોડ વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ ઝેરી દવા પી સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં પરિવારના ત્રણેય સભ્યોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન માતા સ્મિતાબેનનું દુઃખદ અવસાન થયું છે, જ્યારે પિતા અને પુત્રની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
Rajkot news પ્રાથમિક માહિતી મુજબ, અજાણ્યા કારણોસર દંપતી અને તેમના પુત્રએ ઝેરી દવા પી લીધી હતી. પરિવારના સભ્યોની તબિયત બગડતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં ડોક્ટરોએ સ્મિતાબેનને બચાવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
Rajkot news ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસનો કાફલો હોસ્પિટલ તેમજ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને પિતા તથા પુત્રની તબિયત સુધરે ત્યારબાદ તેમના નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરાશે.
Rajkot news હાલ પોલીસે આપઘાતના પ્રયાસ પાછળનું ચોક્કસ કારણ જાણવા પરિવારજનો અને સંબંધિત લોકોના નિવેદનોના આધારે તપાસ શરૂ કરી છે. ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક અને ચકચારનો માહોલ જોવા મળી રહ્યો છે.
