₹27,000 કરોડના રોકાણનો રસ્તો ખુલ્યો! ગુજરાતની નવી Ship Building Policy 2026 લોન્ચ

₹27,000 કરોડના રોકાણનો રસ્તો ખુલ્યો! ગુજરાતની નવી Ship Building Policy 2026 લોન્ચ

Ship Building Policy 2026 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશના શિપ બિલ્ડિંગ સેક્ટરને નવી દિશા આપનારી મહત્વાકાંક્ષી “ગુજરાત બિલ્ડીંગ એન્ડ રિપેર પોલિસી-2026”નું ગાંધીનગરમાં સોમવારે વિધિવત લોન્ચિંગ કર્યું હતું.

Ship Building Policy 2026 : દેશમાં સૌથી વધુ 2340 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવતા ગુજરાતમાં વિશ્વસ્તરીય માળખાકીય સુવિધાઓ, અદ્યતન ટેકનોલોજી, સસ્ટેબલ ડેવલપમેન્ટ અને ઇન્વેસ્ટર્સ ફ્રેન્ડલી પોલીસીઝના આધારે ગુજરાતને દેશના અગ્રણી શિપ બિલ્ડીંગ અને રિપેર સેન્ટર તરીકે આ પોલીસી પ્રસ્થાપિત કરશે.

Ship Building Policy 2026 : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારતનું જે વિઝન આપ્યું છે તેને ગુજરાત આ મહત્વાકાંક્ષી પોલિસીથી સાકાર કરશે. એટલું જ નહીં, આ પોલીસી ભારત સરકારની શિપ બિલ્ડિંગ ફાઇનાન્સિયલ એસસીસ્ટન્ટ સ્કીમ-2025 SBFAS અને મેરીટાઇમ વિઝન 2047 તેમજ આત્મનિર્ભર ભારતના વ્યાપક લક્ષ્ય સાથે સુસંગત છે.

Ship Building Policy 2026 : રાજ્યનું વિકસિત બંદર માળખું, મજબૂત ઔદ્યોગિક પરિસ્થિતિ અને સમૃદ્ધ દરિયાઈ વારસો એ આ નીતિના મુખ્ય આધારસ્તંભો છે. આ નીતિ અન્વયે મુખ્ય સ્તંભો પર આધારિત બહુઆયામી વિકાસ વ્યૂહરચના અપનાવવામાં આવશે જેમા શિપયાર્ડ્સ અને સહાયક ઉદ્યોગોનો વિકાસ, કૌશલ્ય વિકાસ અને ક્ષમતાવર્ધન, ટકાઉ અને ગ્રીન શિપયાર્ડ્સને પ્રોત્સાહન, શિપયાર્ડ્સને સ્માર્ટ શિપયાર્ડ્સમાં રૂપાંતરિત કરવું તથા શિપબિલ્ડિંગ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ્સ અને R&Dને પ્રોત્સાહન નો સમાવેશ થાય છે.

Ship Building Policy 2026 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોન્ચ કરેલી આ નીતિનું એક મહત્વપૂર્ણ આકર્ષણ ઇન્ટિગ્રેટેડ મેગા શિપબિલ્ડિંગ પાર્ક (IMSP)નો વિકાસ છે. આ પાર્કને વિશ્વસ્તરીય દરિયાઈ ઔદ્યોગિક ઇકોસિસ્ટમ તરીકે વિકસાવવામાં આવશે, તેમાં આધુનિક માળખાકીય સુવિધાઓ, મરીન ઇક્વિપમેન્ટ ક્લસ્ટર્સ, પરીક્ષણ સુવિધાઓ, લોજિસ્ટિક્સ સપોર્ટ, R&D કેન્દ્રો અને કૌશલ્ય વિકાસ સંસ્થાઓનો પણ સમાવેશ થશે.

Ship Building Policy 2026 : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સરકારે પોરબંદર જિલ્લાના કુછડી ખાતે મેગા ગ્રીનફિલ્ડ શિપબિલ્ડિંગ ક્લસ્ટરને મંજૂરી આપી છે. આ અંગેના DPR પણ મેરિટાઈમ બોર્ડ દ્વારા બનાવવામાં આવી રહ્યા છે જે પૂર્ણ થતાં પ્રોજેક્ટ અમલીકરણમાં વેગ આવશે. આ ક્લસ્ટરમાં બે થી ત્રણ વિશ્વસ્તરીય શિપયાર્ડ્સ અને સહાયક ઉદ્યોગોનું મજબૂત નેટવર્ક વિકસાવવામાં આવશે. આ શિપયાર્ડ્સના વિકાસથી પણ અંદાજે ₹23,700 કરોડનું ખાનગી રોકાણ આકર્ષિત થવાની સંભાવના છે.

Ship Building Policy 2026 : આ વિશાળ ઔદ્યોગિક ઇકોસિસ્ટમને બળ આપવા માટે આશરે ₹3,300 કરોડની સામાન્ય મરીન અને જમીન આધારિત માળખાકીય સુવિધાઓ વિકસાવાશે. આ હેતુસર ભારત સરકારની Shipbuilding Development Scheme (SbDS) યોજના તથા ગુજરાત સરકાર દ્વારા નાણાંકીય સહાય પૂરી પાડવામાં આવશે. આ સુવિધાઓમાં બ્રેકવોટર્સ, ફ્લોટિંગ ક્રેન્સ, હેવી લિફ્ટ શિપસ, ડ્રેજિંગ, હાર્બર બેસિન વિકાસ, નેવિગેશન ચેનલો, રસ્તાઓ, વીજળી, પાણી પુરવઠો અને અન્ય સંયુક્ત ઉપયોગની સુવિધાઓનો સમાવેશ કરાશે.

Ship Building Policy 2026 : આ સમગ્ર સંકલિત અભિગમને પરિણામે રોકાણકારો માટે માળખાકીય ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે તથા પ્રોજેક્ટ અમલીકરણ ઝડપી બનશે અને વૈશ્વિક શિપબિલ્ડિંગ તથા મેરિટાઇમ મેન્યુફેક્ચરિંગ કેન્દ્ર તરીકે ગુજરાતની સ્પર્ધાત્મકતા વધશે.

રોકાણ અને ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે આ નીતિ હેઠળ વિવિધ નાણાંકીય અને બિન-નાણાકીય પ્રોત્સાહનો આપવામાં આવશે, તેમાં મૂડી સહાય (Capital Assistance), સ્ટેમ્પ ડ્યુટીની પરતફેર, વ્યાજ સહાય (Interest Subvention), ડ્રેજિંગ સહાય, MSMEs પાસેથી ખરીદીને પ્રોત્સાહિત કરવા સબસિડી, વીજળી દરમાં સહાય, પાણીના ચાર્જમાં સબસિડી, મરીન ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર્સ માટે વિશેષ પ્રોત્સાહનો ઉપરાંત, નિર્ધારિત સમયમર્યાદામાં વિકાસકાર્યો શરૂ કરનારા અર્લી બર્ડ રોકાણકારો માટે વિશેષ પ્રોત્સાહનો આપશે.

આ પોલિસી અન્વયે સરળ અને ઝડપી મંજૂરી પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ તથા સમર્પિત ફરિયાદ નિવારણ પ્રણાલી પણ વિકસાવવામાં આવશે, તેનાથી ઉદ્યોગોને સરળતાથી જરૂરી મંજૂરીઓ મળી રહેશે અને પ્રોજેક્ટ્સનું સમયસર અમલીકરણ થઈ શકેશે.

આ નીતિ ગુજરાત રાજ્યમાં શિપબિલ્ડિંગ ઉત્પાદન ક્ષમતા 50 લાખ ડેડ વેઇટ ટનેજ (DWT)થી વધુ સુધી વધારવા, બે ઇન્ટિગ્રેટેડ મેગા શિપબિલ્ડિંગ પાર્ક્સની સ્થાપના તેમજ 5 લાખથી વધુ વ્યક્તિઓને કૌશલ્ય વિકાસ અને ક્ષમતાવર્ધન માટે તાલીમ આપવાની દિશામાં પ્રેરક બળ બનશે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *