IndiGo Flight ઇન્ડિગોની દુબઈ-મુંબઈ ફ્લાઈટનું રાજકોટમાં ઈમરજન્સી લેન્ડિંગ, કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં ધુમાડાથી 194 મુસાફરો સુરક્ષિત બચ્યા

IndiGo Flight ઇન્ડિગોની દુબઈ-મુંબઈ ફ્લાઈટનું રાજકોટમાં ઈમરજન્સી લેન્ડિંગ, કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં ધુમાડાથી 194 મુસાફરો સુરક્ષિત બચ્યા

IndiGo Flight દુબઈથી મુંબઈ જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઈટ IGO1452ના કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં અચાનક ધુમાડો જોવા મળતા ફ્લાઈટનું રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ફ્લાઈટમાં ક્રૂ સભ્યો સહિત કુલ 194 મુસાફરો સવાર હતા. પાયલોટની સમયસરની કાર્યવાહી અને એરપોર્ટ તંત્રની સજ્જતાના કારણે તમામ મુસાફરો સુરક્ષિત બચી ગયા હતા.

IndiGo Flight એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફ્લાઈટ દુબઈથી નિયમિત રીતે ઉડાન ભરી હતી, પરંતુ મુસાફરી દરમિયાન કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં ધુમાડો દેખાતા પાયલોટે તાત્કાલિક ઇમરજન્સી જાહેર કરી નજીકના રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ કરવાનો નિર્ણય લીધો.

રાજકોટ એરપોર્ટના ડાયરેક્ટર દિગંત બોરાહના જણાવ્યા મુજબ, બપોરે 2:45 વાગ્યે ફુલ ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી અને ત્યારબાદ 3:27 વાગ્યે ફ્લાઈટનું સફળતાપૂર્વક ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ફ્લાઈટમાં સવાર તમામ 194 મુસાફરો સંપૂર્ણપણે સુરક્ષિત છે.

IndiGo Flight ઈમરજન્સીની જાણ થતાં રાજકોટ મહાનગરપાલિકાના બે ફાયર ફાઇટર, બે એમ્બ્યુલન્સ, તબીબી ટીમ તેમજ CISF, એરપોર્ટ પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક એરપોર્ટ પર પહોંચી ગઈ હતી. કોઈપણ અનિચ્છનીય પરિસ્થિતિને પહોંચી વળવા તમામ વ્યવસ્થાઓ તૈયાર રાખવામાં આવી હતી.

લેન્ડિંગ બાદ સુરક્ષા પ્રક્રિયાના ભાગરૂપે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા ફ્લાઈટની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં ધુમાડો થવાનું ચોક્કસ કારણ જાણવા માટે સંબંધિત એજન્સીઓ તપાસ કરી રહી છે.

IndiGo Flight સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. મુસાફરોને સલામત રીતે એરક્રાફ્ટમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, જેના કારણે એરપોર્ટ તંત્ર અને વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *