
Generic Medicines જેનેરિક દવાઓ પર ટ્રમ્પનો મોટો નિર્ણય: 2028થી 100% પછી 200% ટેરિફ, ભારતીય ફાર્મા ઉદ્યોગને મોટો ઝટકો
Generic Medicines અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જેનેરિક દવાઓને લઈને એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે, જેની સીધી અસર ભારતના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ પર પડી શકે છે. અમેરિકા ભારતીય દવાઓનું સૌથી મોટું બજાર હોવાથી આ નિર્ણય ભારતીય કંપનીઓ માટે ચિંતાજનક માનવામાં આવી રહ્યો છે.Generic Medicines
ટ્રમ્પે જણાવ્યું છે કે 1 ઓગસ્ટ, 2026થી ઓગસ્ટ 2028 સુધી અમેરિકામાં આયાત થતી તમામ જેનેરિક દવાઓ પર કોઈ ટેરિફ લાગુ નહીં થાય અને આયાત શુલ્ક શૂન્ય રહેશે. જોકે, ઓગસ્ટ 2028થી પ્રથમ વર્ષ માટે 100 ટકા ટેરિફ લાગુ કરવામાં આવશે, ત્યારબાદ તેને વધારીને 200 ટકા સુધી કરવામાં આવશે.
Generic Medicines આ સાથે ટ્રમ્પે અમેરિકન ફાર્મા કંપનીઓને ચેતવણી આપી છે કે જો તેઓ નિર્ધારિત સમયગાળામાં અમેરિકામાં ઉત્પાદન પ્લાન્ટ અને જરૂરી સુવિધાઓ ઉભી નહીં કરે તો તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ નીતિનો મુખ્ય હેતુ દવાઓનું ઉત્પાદન ફરીથી અમેરિકામાં જ શરૂ કરાવવાનો છે.
Generic Medicines ભારતને વિશ્વભરમાં ‘ફાર્મસી ઓફ ધ વર્લ્ડ’ તરીકે ઓળખવામાં આવે છે. ‘ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ’ના રિપોર્ટ મુજબ, વર્ષ 2025માં ભારતે અમેરિકાને 9.7 અબજ ડોલરની ફાર્માસ્યુટિકલ દવાઓની નિકાસ કરી હતી, જે ભારતના કુલ 25.8 અબજ ડોલરના ફાર્મા એક્સપોર્ટના લગભગ 38 ટકા જેટલી હતી.
Generic Medicines વિશેષજ્ઞોના મતે, જો 100થી 200 ટકા સુધીનો ટેરિફ અમલમાં આવશે તો ભારતીય કંપનીઓના નફા અને નિકાસ પર ગંભીર અસર પડશે. સાથે જ અમેરિકામાં જેનેરિક દવાઓના ભાવમાં મોટો વધારો થવાની શક્યતા છે, જેના કારણે સામાન્ય દર્દીઓ પર પણ આર્થિક બોજ વધશે.
આ પરિસ્થિતિમાં ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓ સામે બે મુખ્ય વિકલ્પ રહેશે—એક તો અમેરિકામાં પોતાના ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવા અથવા ભારે ટેરિફનો સામનો કરીને અમેરિકન બજારમાં પોતાની હાજરી જાળવી રાખવાનો પ્રયાસ કરવો.
