ગુજરાતના રોકાણ અભિયાનને વૈશ્વિક ઓળખ: iNDEXTbને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ

ગુજરાતના રોકાણ અભિયાનને વૈશ્વિક ઓળખ: iNDEXTbને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ

વડોદરા: વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ દરમિયાન iNDEXTbને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યું.

દક્ષિણ ગુજરાતમાં યોજાયેલી વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ દરમિયાન માત્ર 11 દિવસમાં 350 કંપનીઓને વાઈબ્રન્ટ ગુજરાત સાથે જોડવાની નોંધપાત્ર સિદ્ધિ બદલ iNDEXTbને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સનું પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત રોકાણકારો માટે વિશ્વસનીય અને અનુકૂળ ગંતવ્ય તરીકે સતત આગળ વધી રહ્યું છે. iNDEXTb રાજ્યમાં રોકાણ પ્રક્રિયાને સરળ બનાવવા, રોકાણકારોને માર્ગદર્શન આપવા, જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તેમજ રાજ્ય સરકારની ઔદ્યોગિક નીતિઓનો અસરકારક અમલ કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે iNDEXTbના પ્રયાસોથી રાજ્યમાં ઉદ્યોગોનું વિસ્તરણ, નવા રોકાણોનું આકર્ષણ અને રોજગારીની નવી તકોનું સર્જન થઈ રહ્યું છે, જે ગુજરાતના ઔદ્યોગિક તેમજ સામાજિક-આર્થિક વિકાસને વધુ ગતિ આપી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *