
Surat Adajan Fire News : સુરતના અડાજણમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટનાસ્થળે
Surat Adajan Fire News : આજે ગુરુવારે સવારે સુરતના અડાજણ ચાર રસ્તા નજીક આવેલી એપોલો ફાર્મસીમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આ દુર્ઘટના એટલી ગંભીર હતી કે આગની જ્વાળાઓ બાજુમાં આવેલા ટીવીએસ ઈવીના શો-રૂમ અને ક્રિષ્ના રેસ્ટોરન્ટ સુધી પહોંચી ગઈ હતી, જેના કારણે બહાર પાર્ક કરેલા આશરે 15થી વધુ વાહનો બળીને સંપૂર્ણપણે રાખ થઈ ગયા છે.
Surat Adajan Fire News : ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલિક ધોરણે પાંચ જુદા-જુદા ફાયર સ્ટેશનો પરથી ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ કાફલા સાથે સ્થળ પર પહોંચી ગઈ છે. ફાયર ફાઈટરો દ્વારા આગને કાબૂમાં લેવા અને તેને વધુ ફેલાતી અટકાવવા માટે ચારેય તરફથી સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. રાહતના સમાચાર એ છે કે આ દુર્ઘટનામાં હજુ સુધી કોઈ ઈજાગ્રસ્ત થયું હોવાના કે જાનહાનિના સમાચાર નથી.