અમદાવાદ માં NEETની પરીક્ષાના 3 દિવસ પહેલા વિદ્યાર્થીનો આપઘાત

અમદાવાદ માં NEETની પરીક્ષાના 3 દિવસ પહેલા વિદ્યાર્થીનો આપઘાત

અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં આજે(18 જૂન) વહેલી સવારે 17 વર્ષના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે. કહાન પટેલે એરિસ્ટો આનંદમ ફ્લેટના છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત કર્યો છે. પોલીસ તપાસમાં મૃતક વિદ્યાર્થી NEETની પરીક્ષાની તૈયારી કરતો હોવાનું સામે આવ્યું છે. આત્મહત્યા કયા કારણથી કરી તે અંગે હજુ સુધી કોઈ કારણ સામે આવ્યું નથી. બનાવની જાણ થતા સાબરમતી પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *