અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો

અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો

અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો જિલ્લામાં ધનસુરા,ભિલોડા,બાયડ મોડાસા સહિત જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જિલ્લામાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ હતી.

અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો અરવલ્લી જિલ્લાના ધનસુરામાં 2 ઇંચ અને ભિલોડામાં 3 ઇંચ અને બાયડ માં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો ધોધમાર વરસાદ વરસાના કારણે નીચાણવાળા વિસ્તારો અને રોડ ઉપર પાણી ભરાયા હતા રોડ ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને રાત્રે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અરવલ્લી જિલ્લાના ધનસુરામાં મોડી રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો તો ભિલોડામાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો ધનસુરામાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો તો ભિલોડા માં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો ધનસુરામાં ધોધમાર વરસાદ વરસતા બજાર માં પાણી ભરાયા હતા આ ઉપરાંત રોડ અને બસ સ્ટેન્ડ સહિતની વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો ધનસુરા ના બજાર મા કમર સુધી પાણી ભરાયા હતા તો રોડ ઉપર ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા હતા.ધનસુરામા ધોધમાર વરસાદ વરસતા વાતાવરણ મા ઠંડક પ્રસરી હતી.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *