
પ્રધાનમંત્રીએ કૂટબિહાર હિંસા માટે ટીએમસીને જવાબદાર ઠેરવી હતી. સાથે જ સુરક્ષાદળો પર થયેલા હુમલાને લઈને મમતા બેનર્જી પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. PM મોદીએ કહ્યું હતું કે, જે જવાન આતંકવાદીઓ અને નક્સલીઓથી નથી ડરતા તેમને દીદી અને તેમના ગુંડા શું ડરાવશે ?
PM મોદીએ કહ્યું કે, બંગાળમાં નવું વર્ષ શરૂ થવાનું છે. નવા વર્ષમાં અસત્ય પર સત્યનો વિજય થવાનો છે, ભાજપની જીત થવા જઇ રહી છે. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, બંગાળમાં ભાજપની જીત જોઇને દીદી અને તેમના ગુંડાઓ ગિન્નાયા છે. તેમને કૂચબિહારમાં માર્યા ગયેલા લોકો માટે સંવેદના વ્યક્ત કરી છે. તો ચૂંટણી પંચને પણ કડક કાર્યવાહી કરવા માટે અનુરોધ કર્યો હતો.