સોમનાથ મંદિર આવતી કાલથી દર્શનાથીઓ માટે કરાયું બંધ, કોરોના સંક્રમણને ધ્યાને લઈને સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયો નિર્ણય

હાલ રાજ્યમાં કોરોના ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને તેના કારણે રાજ્યભરમાં અનેક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. ત્યારે આવતીકાલથી પ્રસિદ્ધ સોમનાથ મંદિર દર્શનાથીઓ બંધ રાખવામાં આવશે.  આગામી નિર્ણય ન આવે ત્યાં સુધી  સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર બંધ રાખવાનો નિર્ણય  લેવામાં આવ્યો છે. તેમજ ભક્તો ઓનલાઇન માધ્યમથી દર્શન કરી શકશે.

કોરોનાનાં વધતા સંક્રમણને ધ્યાને લઈને પ્રસિદ્ધ સોમનાથ મંદિર દર્શનાથીઓ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમુક ગામ અને જિલ્લાઓમાં સ્વયંભૂ લોકડાઉન લાદવામાં આવ્યું છે તો અમુક ધંધા વ્યવસાયોમાં પણ વેપારીઓ દ્વારા દ્વારા સ્વયંભૂ લોકડાઉન લાદવામાં આવ્યું છે. ત્યારે હવે  સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર બંધ રાખવાનો નિર્ણય  લેવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *