કોરોનાના નવા લક્ષણ ખતરનાક શરદી ખાંસી ન હોય તો પણ ચેતજો લાલ આંખો ઉજાગરો નહી પરંતુ કોરોના હોઇ શકે

ભારતમાં રોજ એક લાખથી વધારે કેસ સામે આવી રહ્યાં છે. ખાંસી અને તાવ કે સુગંધ અને સ્વાદ જતા રહેવા સામાન્ય લક્ષણ હતા પરંતુ હવે નવા લક્ષણ જોવા મળી રહ્યાં છે.

લાલ આંખો 

ચીનમાં થયેલ એક સ્ટડી અનુસાર નવા સ્ટ્રેનમાં કેટલાક ખાસ લક્ષણ જોવા મળ્યા છે. ઇન્ફેક્શનના નવા વેરિએન્ટમાં આંખો લાલ કે ગુલાબી હોઇ શકે છે. આંખામાં લાલાશ સિવાય સોજી જવી કે પાણી આવવાની પણ શક્યતાઓ છે. 

કાનની સમસ્યા 

ઇન્ટરનેશનલ જર્નલ ઓફ આઇડીયોલોજીની એક રિપોર્ટ અનુસાર કાનથી જોડાયેલી સમસ્યા પણ કોરોના હોઇ શકે છે. સ્ટડીમાં 56 ટકા લોકોમાં આ પ્રકારની સમસ્યા જોવા મળી છે. 

પેટથી જોડાયેલી સમસ્યા 

નવા સ્ટ્રેનમાં ગેસ્ટ્રોઇંટસ્ટાઇનલ સમસ્યા પણ સામેલ છે. હવે પેટથી જોડાયેલ સમસ્યાને હલકામાં ન લેવી કારણકે સ્ટ્રેનમાં લોકોને ડાયેરીયા, ઉલ્ટી, પેટમાં ચૂંક આવવી જેવા લક્ષણ પણ જોવા મળ્યા છે. 

બ્રેન ફ્રોગ 

કોરાનાની બીજી લહેરમાં સંક્રમિત થનારા લોકોમાં ન્યૂરોલોજીકલ ડિસઓર્ડરની સમસ્યા પણ જોવા મળી છે. લાંબા સમય સુધી કોરોનામાં બિમાર રહ્યા હોય તેવા લોકોને બ્રેન ફ્રોગ કે પછી મેન્ટલ કન્ફ્યુઝન પણ જોવા મળે છે. 

આંગળીઓમાં સોજા 

ગયા માર્ચ મહિનામાં ઇટલીમાં લોકોને આંગળીઓમાં સોજા આવવાની ફરિયાદ હતી. તેમાં કહેવામાં આવ્યું કે કોરોનાના દર્દીઓને આંગળીઓમાં સોજા આવતા હતા અને તેમના શરીરનો કલર પણ બદલાતો હતો. 

બેચેની લાગવી 

અમેરિકાના એક રિપોર્ટ અનુસાર લગભગ એક ત્રૃતિયાંશ લોકોને કોરોના વાયરસ થયો હોય ત્યારે બેચેની અનુભવાય છે અને માંસપેશીઓમાં દુખાવા જેવા લક્ષણ પણ છે. 

વહેતુ નાક 

કોવિડના કેટલાક દર્દીઓમાં નાકમાંથી પાણી નીકળવા જેવા લક્ષણ પણ જોવા મળ્યા છે. જો તમારા નાકમાંથી પાણી નીકળી રહ્યું છે તો આ કોરોનાના લક્ષણ છે. 


માથાનો દુઃખાવો 

હેલ્થ એક્સપર્ટનું કહેવુ છે કે નવો સ્ટ્રેન ખુબ જ સંક્રામક છે તે ફેફસા અને શ્વસનતંત્રમા ઝડપથી ફેલાઇ રહ્યો છે. તેના કારણે ન્યૂમોનિયા થઇ રહ્યો છે અને કોરોના ખુબ ઘાતક બની રહ્યો છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *