
વધતા જતા કોરોનાને લીધે રાજ્યમાં બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. અમરેલી,રાજકોટ,વેરાવળ,અને ગઢડા ખાતે બંધ રાખવામાં આવ્યુ હતુ. 12 એપ્રિલથી 30 એપ્રિલ સુધી કોરોના વાયરસ વધુ ન ફેલાય તે માટે જિલ્લા કલેકટર દ્વારા જાહેર આરોગ્યના હિતાર્થ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો. અમરેલી જીલ્લાની તમામ મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રોમાં બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો.રાજકોટ માર્કેટ યાર્ડના સત્તાધીશો દ્વારા દર અઠિવાડિયાના શુક્ર, શનિ અને રવિ બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે યાર્ડના ચેરમેન ડી.કે. સખીયાએ જણાવ્યું હતું કે, અઠવાડિયામાં શુક્ર, શનિ અને રવિવારના રોજ અનાજનું યાર્ડ બંધ રાખવામાં આવશે. શાકભાજી યાર્ડ આખા સૌરાષ્ટ્રને શાકભાજી પુરૂ પાડે છે.દરરોજ 10 કરોડનું ટર્નઓવર હતું જે બંધ પાળવાથી 5 કરોડનું થઇ જશે.જ્યારે વેરાવળ નગરપાલિકાએ પણ બંધ રાખવા નિર્ણય લીધો હતો.પાલિકા હસ્તકની સાર્વજનિક જગ્યાઓ બંધ કરવામાં આવી હતી. ગીર સોમનાથના વેરાવળના બાદલપરા ગામે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું.સતત કોરોનાના વધતા કેસોને લઈ ગ્રામ પંચાયતે નિર્ણય લીધો..જ્યારે બોટાદના ગઢડામાં નગરપાલિકા ખાતે યોજાયેલ બેઠકમાં ગઢડા વેપારીઓ માટે રાત્રીના 9 થી સવારના 6 સુધી જનતા કરફ્યુની સ્વૈચ્છિક અમલવારી કરવા નિર્ણય લેવાયો હતો.