
રાજ્યમાં રેમડેસિવિર ઈન્જેક્શનને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. ઝાયડસ હોસ્પિટલમાં ફરી રેમડેસિવિર ઇન્જેક્શનનું વેચાણ શરૂ કરાશે. આવતીકાલથી રેમડેસિવિર ઇન્જેક્શનનું વેચાણ થઈ રહ્યું છે. ઝાયડ્સ હોસ્પિટલ ખાતે જ દર્દીઓ માટે ઈન્જેક્શન પ્રાપ્ત થઈ જશે. મહત્વનું છે કે, સ્ટોકના અભાવે ઇન્જેક્શન વેચાણ અટકાવાયું હતું. પરંતુ રાજ્ય સરકાર સાથે ચર્ચા બાદ ઝાયડ્સ હોસ્પિટલે નવો નિર્ણય કર્યો છે. મંત્રી મનસુખ માંડવિયાએ પણ સવારે પંકજ પટેલ સાથે વાત કરી હતી.
મહત્વનું છે કે, રાજ્યમાં રેમડેસિવિર ઇન્જેક્શનની અછતના કારણે ગઈકાલે ઝાયડસ હોસ્પિટલે મહત્વનો નિર્ણય કર્યો હતો. જેમાં આજથી ઝાયડ્સ હોસ્પિટલમાં રેમડેસિવિર ઈન્જેક્શન ન આપવાની જાહેરાત કરાઈ હતી. ઝાયડ્સ હોસ્પિટલ પાસે પણ ઇન્જેક્શનનો સ્ટોક ન હોવાના કારણે મેનેજમેન્ટ દ્વારા આ નિર્ણય કરાયો હતો. આ અંગે ઝાયડ્સ હોસ્પિટલ દ્વારા સત્તાવાર જાહેરાત કરી હતી. રેમડેસિવિર માટે ઝાયડ્સ હોસ્પિટલ બહાર રોજ લાંબી લાઈનો હોય છે.
