
ફિલ્મ અભિનેતા ગોવિંદાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
ઘરમાં ક્વોરન્ટાઇન થયાં ગોવિંદા
આજે સવારે અક્ષય કુમારનો કોરોના રિપોર્ટ આવ્યો છે પોઝિટિવ
ઉલ્લેખનીય છે કે, ગોવિંદા હાલ ક્વોરન્ટાઇન થયાં છે અને મેડિકલ ટ્રીટમેન્ટ તાલી રહી છે. તેમણે પોતાના સંપર્કમાં આવેલા તમામને તાત્કાલિક અસરથી કોરોના ટેસ્ટ કરાવી લેવા અપીલ કરી હતી.
ગોવિંદાએ વધુમાં કહ્યું કે, ‘હું અત્યારે ઘરમાં ક્વોરન્ટાઇન છું અને તમામ દિશા-નિર્દેશોને અનુસરી રહ્યો છું. હું દરેકને જરૂરી સાવચેતી રાખવા વિનંતી કરું છું. કૃપા કરીને તમારી જાતે કાળજી લો.
બૉલીવુડના એક્ટર અક્ષય કુમાર ઇન્ડસ્ટ્રીમાં સૌથી વ્યસ્ત એક્ટર્સમાંથી એક છે. 2020માં લાગેલા કોરોના લૉકડાઉન હટ્યા બાદથી અક્ષય સતત શૂટિંગ કરી રહ્યા છે. તેઓ પોતાની ફિલ્મોને સમયથી પૂર્ણ કરવામાં લાગ્યા છે. જોકે, હવે તેઓ પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ચૂક્યા છે. ખુદને ક્વોરન્ટાઇન કર્યા, ટ્વીટ કરીને માહિતી આપી છે. તેમણે સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવાની સલાહ આપી છે.
અક્ષય કુમારે ઝણાવ્યું કે, તેમને કોરોના થયો છે. આ અંગે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા અક્ષયે કહ્યું કે, તેઓ હોમ ક્વોરનાટીનમાં છે અને જરૂરી મેડિકલ મદદ લઇ રહ્યા છે.
