બોલીવુડથી આવ્યા માઠા સમાચાર, હિન્દી સિનેમાની સદાબહાર અભિનેત્રીને દુનિયાને કહ્યું ‘અલવિદા’

સદાબહાર અભિનેત્રી શશિકલાનું 88 વર્ષની વયે નિધન થયું છે. આ ઘટનાને પગલે સમગ્ર બોલીવુડમાં દુ:ખનું મોજું ફરી વળ્યું છે.

શશિકલાએ 100થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની પહેલી ફિલ્મનું નામ જીનત હતું. 

તો તેમણે ફિલ્મ ‘આરતી’માં નેગેટિવ અભિનય દર્શકોને ખૂબ જ પસંદ આવ્યો હતો, આ ફિલ્મ 1962માં બની હતી. જેમાં મીના કુમારી, અશોક કુમાર અને પ્રદીપ કુમારની અગત્યની ભૂમિકા રહી હતી. આ સિવાય ખૂબસુરત, અનુપમા, બાદશાહ,આઇ મિલન કી બેલા અને કભી ખૂશી કભી ગમ જેવી અનેક જાણીતી ફિલ્મોમાં કામ કરીને દર્શકોના દિલમાં અનોખું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. 
ટીવી સીરિયલમાં પણ કર્યું કામ
શશિકલાએ સોનપરી અને ફ્રૂટી કી દાદી જેવી જાણીતી સીરિયલોમાં પણ કામ કર્યું હતું. 2007માં ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.
 
મરાઠી પરિવારમાં થયો હતો જન્મ 
શશિકલાનો જન્મ મરાઠી પરિવાર પરિવારમાં થયો હતો તેમણે નાની ઉંમરે જ કામ કરવાનું શરૂ કર્યું હતું જેથી તે તેના પરિવારનો ભાર ઉઠાવી શકે.તેઓ સોલાપુરના વતની હતા અને તેમનો અભિનય લોકોને પસંદ આવતો હતો. તેમની વિવિધ ફિલ્મોમાં રહેલી ભૂમિકા પણ દર્શકોને મંત્ર મુગ્ધ કરી દે તેવી હતી. 
ગઇકાલે તારીક શાહનું થયું હતું નિધન 
જાણીતા અભિનેતા અને નિર્દેશક તારીક શાહનું દેહાવસાન થયું છે. ઉલ્લેખનીય છે કે, તારીક શાહે મુંબઇની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. જણાવી દઇએ કે, તારીક શાહ અભિનેત્રી શોમા આનંદના પતિ હતા અને તેમને કડવા સચ ધારાવાહિક અને જન્મ કુંડલી ફ્રીથી ફેમ મળ્યું હતું. 
વિવિધ ફિલ્મો દ્વારા દર્શકોના દિલમાં કર્યું રાજ 
આપને જણાવી દઇએ કે, શાહે બહાર આને તક, મુંબઇ સેન્ટ્રલ, એહસાસ, ગુમનામ હે કોઇ જેવી ફિલ્મો દ્વારા દર્શકોના દિલ જીત્યા હતા. માત્ર એક્ટર જ નહીં પરંતુ નિર્દેશક તરીકે તેમને જન્મ કુંડલી, બહાર આને તક અને કડવા સચમાં પોતાના હુનરનો દમ દેખાડ્યો હતો.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *