અંજારમાં ઉગ્ર ઝઘડો થતાં CRPFમાં ફરજ બજાવતા પ્રેમીએ મહિલા ASIનું ગળું દબાવી હત્યા કરી

અંજારમાં ઉગ્ર ઝઘડો થતાં CRPFમાં ફરજ બજાવતા પ્રેમીએ મહિલા ASIનું ગળું દબાવી હત્યા કરી

અંજારમાં ગળું દબાવી હત્યા
અરુણાબેન જાદવની ગળું દબાવી હત્યા

અંજાર શહેરમાં ફરજ બજાવતાં આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI) અરુણાબેન જાદવની હત્યા કરવામાં આવી છે. પ્રેમી અને અરુણાબેન વચ્ચે ઝઘડો થતાં પ્રેમીએ ગળું દબાવી દીધું હતું. હત્યાની ઘટના બનતાં પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.

આ ઘટના ગઈ મોડીરાત્રે ગંગોત્રી સોસાયટી-2માં અરુણાબેનના નિવાસસ્થાને બની હતી. મળતી માહિતી મુજબ, મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના દેરવાડા ગામના વતની અરુણાબેન અને તેમના પુરુષ મિત્ર દિલીપ ડાંગચિયા વચ્ચે કોઈ પારિવારિક બાબતને લઈને ઉગ્ર બોલાચાલી થઈ હતી.

આ બોલાચાલી એટલી હદે વણસી ગઈ કે દિલીપે ગુસ્સામાં આવી અરુણાબેનનું ગળું દબાવી દીધું હતું. એના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. આરોપી દિલીપ ડાંગચિયા પણ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)માં ફરજ બજાવે છે અને હાલ મણિપુરમાં તેનું પોસ્ટિંગ છે. આશ્ચર્યજનક રીતે અરુણાબેનની હત્યા કર્યા બાદ દિલીપ પોતે જ પોલીસ મથકે હાજર થઈ ગયો હતો અને ગુનાની કબૂલાત કરી હતી.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *