Government School Teacher Transfer Protest : સુરતમાં આચાર્યની બદલીના વિરોધમાં વિદ્યાર્થીઓ ને ચક્કાજામ કરવા વિદ્યાર્થીઓ તથા વાલીઓ ને ઉશ્કેર્યા

Government School Teacher Transfer Protest : સુરતમાં આચાર્યની બદલીના વિરોધમાં વિદ્યાર્થીઓ ને ચક્કાજામ કરવા વિદ્યાર્થીઓ તથા વાલીઓ ને ઉશ્કેર્યા

Government School Teacher Transfer Protest
Government School Teacher Transfer Protest

Government School Teacher Transfer Protest : સુરતના કઠોદરા વિસ્તારમાં આવેલી સરકારી શાળા ક્રમાંક 385માં આજે સવારથી જ ભારે તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો. શાળાના આચાર્ય કલ્પેશ પટેલની અચાનક બદલીના આદેશને પગલે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ રસ્તા પર ઊતરી આવ્યા હતા અને ચક્કાજામ કરીને ઉગ્ર વિરોધપ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પોલીસ અને વિરોધ કરી રહેલા વાલીઓ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું.

ડીસીપી આલોક કુમારના જણાવ્યા મુજબ, આ વિરોધ પ્રદર્શન પાછળ ફ્રોડ કેસના મુખ્ય આરોપી કાળુ પોશિયા અને તેની પત્ની રિંકલ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને ભડકાવવાનો પ્રયાસ હોવાનું સામે આવ્યું છે, જેના પગલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. જ્યારે વિરોધ કરી રહેલાં બાળકો બસ એક જ માગ કરી રહ્યા છે, ‘અમારા કલ્પેશ સરને પાછા લાવો, નહીં તો અમારું ભણવાનું બંધ થઇ જશે’.

Government School Teacher Transfer Protest
Government School Teacher Transfer Protest

Government School Teacher Transfer Protest : વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આચાર્ય કલ્પેશ પટેલની બદલીને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો હતો. તેઓ ‘કલ્પેશ પટેલને ફરીથી શાળામાં આચાર્ય તરીકે લાવવામાં આવે’ એવા સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. એટલું જ નહીં, તેમણે શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયા વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કર્યા હતા.

આ બદલી પાછળ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા 385મા તાજેતરમાં બહાર આવેલા બોગસ ગાર્ડ પ્રકરણ અને પાલિકાને ઠગવાના કૌભાંડનો મુદ્દો જવાબદાર હોવાનું સામે આવ્યું છે. આ કૌભાંડમાં સંડોવાયેલા બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેની તપાસ ચાલી રહી છે. તપાસમાં કોઈ ગોબાચારી ન થાય એ માટે જ આચાર્ય કલ્પેશ પટેલની બીજી શાળામાં બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે કાળુ પોશિયા, જે આ ફ્રોડ કેસનો મુખ્ય આરોપી છે અને જેની સામે અગાઉ પણ ગુનો દાખલ થયેલો છે. તેની લસકાણા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવતાં કાળુ પોશિયાએ પોતાની પત્ની રિંકલની મદદથી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને ભડકાવ્યા હતા.

તેમણે ઉમેર્યું હતું કે વિરોધપ્રદર્શનોમાં વિદ્યાર્થીઓનો ઉપયોગ કરવો એ ગેરવાજબી અને ખૂબ જ ગંભીર બાબત છે અને વિદ્યાર્થીઓનો ઉપયોગ કરનારાઓ સામે પણ પોલીસ કાર્યવાહી કરશે.

Government School Teacher Transfer Protest : કઠોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં એકને બદલે ત્રણ ગાર્ડ દર્શાવીને પગારના રૂ. 3.67 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. લસકાણા પોલીસે આ છેતરપિંડીના ગુનામાં સિક્યોરિટી સુપરવાઇઝર કૌશલપ્રસાદ લટકનપ્રસાદ સિંગરોલ અને કાળુભાઈ મગનભાઈ પોશિયાની ધરપકડ કરી છે અને તેમને બે દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે.

એસીપી વિપુલ પટેલે જણાવ્યું હતું કે કાળુભાઈ પોશિયા સમિતિની સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્ય રિંકલના પતિ છે. તેણે સિક્યોરિટી ગાર્ડ સુપરવાઇઝર કૌશલપ્રસાદની મદદથી પોતાના સાઢુભાઈ અતુલભાઈ ગજેરા અને અન્ય બે ઓળખીતાનાં નામો હાજરીપત્રકમાં ઉમેરી આ ગુનો આચર્યો હતો.

નોંધનીય છે કે કાળુ વિરુદ્ધ 2022માં કામરેજમાં સ્કૂલમાં મારામારીનો ગુનો પણ નોંધાયેલો છે. વર્ક ઓર્ડરમાં શાળા પર 8-8-8 કલાકની ત્રણ શિફ્ટમાં ત્રણ સિક્યોરિટી ગાર્ડની નિમણૂક કરવાનું જણાવાયું હતું, પરંતુ છેલ્લા 9 મહિનાથી શાળામાં એક જ ગાર્ડ હોવા છતાં ત્રણ ગાર્ડના બિલ રજૂ કરીને રૂ. 3,67,800ની છેતરપિંડી કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે લસકાણા પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી છે.

Government School Teacher  Transfer Protest
Government School Teacher Transfer Protest

Government School Teacher Transfer Protest : આ સમગ્ર મામલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન જિતેન્દ્ર કાપડિયાએ ટેલિફોનિક વાતચીતમાં પોતાનો ખુલાસો આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ‘હાલ જે કૌભાંડ બહાર આવ્યું છે એની તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ છે ત્યારે આ સમગ્ર તપાસમાં કોઈ ગોબાચારી ન થાય એ માટે આચાર્યની બદલી કરવામાં આવી છે. આચાર્યની શું ભૂમિકા છે એની તપાસ પોલીસ કરશે’.

વિરોધપ્રદર્શનની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે વિદ્યાર્થીઓ અને વાલીઓને ઘટનાસ્થળેથી ખસેડવાનો પ્રયાસ કર્યો હતો, જ્યાં ઘર્ષણની સ્થિતિ પણ જોવા મળી હતી. વાલીઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

Government School Teacher Transfer Protest : લગભગ બે કલાકની સમજાવટ અને મધ્યસ્થી બાદ પોલીસે આખરે વાલીઓ અને વિદ્યાર્થીઓને ઘટનાસ્થળેથી હટાવ્યા હતા અને રોડ પરનો ચક્કાજામ ખોલાવ્યો હતો. આ ઘટનાથી શિક્ષણજગતમાં અને વાલીઓમાં ભારે ચિંતા વ્યાપી છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *