અમદાવાદમાં રિવરફ્રન્ટ પર બનેલા ગાર્ડનનું CMએ લોકાર્પણ કર્યું, EV બસ માટે રુટ સોલાર પાવર્ડ ઈલેક્ટ્રિક ચાર્જિગ સ્ટેશનનો પ્રારંભ, વાર્ષિક 1 કરોડની બચત

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર બનેલા ગાર્ડનનું CMએ લોકાર્પણ કર્યું, EV બસ માટે રુટ સોલાર પાવર્ડ ઈલેક્ટ્રિક ચાર્જિગ સ્ટેશનનો પ્રારંભ, વાર્ષિક 1 કરોડની બચત

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર બનેલા ગાર્ડનનું લોકાર્પણ
રિવરફ્રન્ટ પર બનેલા ગાર્ડનનું લોકાર્પણ

ગ્લો ગાર્ડન નિહાળવા માટે હવે સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી લાંબું નહીં થવું પડે. અમદાવાદ રિવરફ્રન્ટ પર 4500 સ્કવેર મીટરમાં તૈયાર કરાયેલા ગ્લો ગાર્ડન (નાઈટ ફ્લાવર પાર્ક)નું આજે (19 જુલાઈ, 2025) મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગ્લો ગાર્ડનમાં મુકાયેલાં વિવિધ સ્કલ્પ્ચર અહીં આવનારા પ્રવાસીઓને જંગલ સફારીનો અનુભવ કરાવશે. રાત પડતાં જ આ ગાર્ડન ઝળહળી ઊઠશે.

શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત પાલડી ટાગોર હોલ ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં RTO ખાતે 2.62 કરોડના ખર્ચે નિર્માણ પામેલ દેશના પ્રથમ ‘ઈલેક્ટ્રિક બસો માટે સૌર ઊર્જાથી ચાલતા ઓન-રૂટ ચાર્જિંગ સ્ટેશન’નું ઈ-લોકાર્પણ પણ કરાયું હતું. સ્વચ્છતામાં પ્રથમ નંબર લાવવા માટે અમૂલ્ય યોગદાન આપનાર AMCના તમામ ઝોનના સફાઈકર્મીઓ અને અધિકારીઓનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાને જેટલું કહ્યું છે એટલું બધું છેવાડાના માનવી સુધી પહોચાડ્યું છે. વિકસિત ભારત 2047 માટે આપણે સૌએ સાથે મળીને કામ કરવું પડશે. જન ભાગીદારીથી જ કામ થઈ શકે છે. તમામ મહાનગરો અને નગરપાલિકાઓ ક્લીન અને ગ્રીન બને તેના પ્રયાસો હાથ ધર્યા છે. 10 લાખથી વધુ વસતિ ધરાવતાં શહેરોમાં અમદાવાદને સ્વચ્છતામાં પ્રથમ નંબર મળ્યો છે. એના માટે સફાઇ કામદારો અભિનંદનના પહેલા હકદાર છે. મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ શહેરીજનોને પણ અભિનંદન પાઠવું છું.

EV બસ માટે દેશમાં પ્રથમ ઓન રુટ સોલાર પાવર્ડ ઈલેક્ટ્રિક ચાર્જિગ સ્ટેશનનું લોકાર્પણ
મહાનગરપાલિકા દ્વારા અમદાવાદ જનમાર્ગ લીમીટેડના સહયોગ થી સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કોઓપરેશન દ્વારા ફંડેડ “કેપેસીટી બિલ્ડીંગ પ્રોજેક્ટ ઓન લો કાર્બન એન્ડ ક્લાઈમેટ રેસિલિયન્ટ સીટી ડેવેલોપમેન્ટ ઈન ઇન્ડિયા (કેપેસીટીસ)” ફેઝ2 પ્રોજેક્ટ અંતર્ગત આર ટી ઓ ખાતે ઓન રૂટ સોલાર પાવર્ડ ઇલેક્ટ્રિક ચાર્જીંગ સ્ટેશન બનાવેલ છે.અમદાવાદ, પબ્લિક ટ્રાન્સપોર્ટ માટેની ઇલેક્ટ્રિક બસ માટે આ પ્રકારનું ઓન રૂટ સોલાર પાવર્ડ ઇલેક્ટ્રિક ચાર્જીંગ સ્ટેશન બનાવનાર પ્રથમ શહેર છે.

આ પ્રોજેક્ટના મુખ્ય લાભ

  • આ ચાર્જીંગ સ્ટેશનમાં 240 કિલોવોટ તથા 180 કિલોવોટના 2 ચાર્જર તથા 120 કિલોવોટ પાવર સોલાર સીસ્ટમનું અમલીકરણ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે.
  • હાલની પરિસ્થિતિમાં દરરોજ ઇલેક્ટ્રિક બસની માઈલેજ પૂરી થયે ફરી ચાર્જ કરવા માટે 40 જેટલી બસને ચાર્જીંગ ડેપો સુધી મોકલવા લગભગ વાર્ષિક 60 લાખ નો એક્સ્ટ્રા ખર્ચ અ.મ્યુ.કો દ્વારા થઇ રહેલ છે.
  • સોલાર પાવર્ડ ઓન રૂટ ચાર્જિંગ વિથ સોલાર પ્રોજેકટના અમલ પછી દરરોજ 40થી 45 બસો માટે ઓન રૂટ ચાર્જિંગ શક્ય બનશે.
  • આ ઉપરાંત, 120 કિલોવોટ (kWp) સોલાર પાવર સિસ્ટમથી દર વર્ષે આશરે 1.2 લાખ કિલોવોટ (kWh) ઊર્જાનું ઉત્પાદન થશે અને કાર્બન ડાયોક્સાઇડ ઈકવીવેલન્ટ (CO₂e) ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવામાં મદદ મળશે.
  • આ કામગીરીના કારણે 40થી 45 બસોના ઓન રૂટ ચાર્જીંગના સુચારુ સંચાલન થકી AMCને આશરે રૂપિયા 1 કરોડની વાર્ષિક નાણાકીય બચત થવા પાત્ર છે.
    અ.મ્યુ.કો દ્વારા આ પ્રકારના ચાર્જીંગ સ્ટેશનનું વધુ 2 જગ્યા એ અમલીકરણ કરવાનું નક્કી કરવામાં આવેલ છે.

મેયરે સફાઈકર્મીઓનો આભાર માન્યો
પ્રતિભા જૈને જણાવ્યું હતું કે શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણી કરવામાં આવે છે. આજે ત્રણ પોલિસીનું અનાવરણ કરાયું છે. અમદાવાદને સ્વચ્છતામાં પ્રથમ નંબર મળ્યો છે, જે ગૌરવની વાત છે. સફાઈકર્મીઓ અને નાગરિકોનો સફળતા માટે ખૂબ આભાર માનું છું.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *