
હોળી અને ધુળેટીના તહેવારને લઈ રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. પોલીસ કમિશનરે હોળી ધુળેટીના તહેવારમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાની અપીલ કરી છે. સાથે જ હોળીના દિવસે રાત્રે 10 વાગ્યા પહેલા મર્યાદિત સંખ્યામાં હોલિકા દહનના કાર્યક્રમમાં ભાગ લેવા કહેવાયું છે. તો ધુળેટીના દિવસે રંગો ન ઉડાડવા અપીલ કરાઈ છે. પોલીસ કમિશનરે કહ્યું કે જો કોઈ વ્યક્તિ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.