ઇજિપ્તમાં 2 ટ્રેન ધડાકાભેર અથડાતા 32 મુસાફરોના મોત..

ટ્રેન અકસ્માતની આ દુર્ઘટનામાં 32 મુસાફરોના કમકમાટીભર્યા મોત થયાં છે તો અનેક પ્રવાસીઓ ઘાયલ થયાં હોવાનું સ્થાનિક તંત્ર દ્વારા જાણવા મળ્યું છે. આ ઘટના અંગે રાષ્ટ્રપતિએ ટ્વીટ કરીને મૃતકના પરિવારજનો માટે સંવેદના વ્યક્ત કરી હતી. 

ઇજિપ્તના આરોગ્ય મંત્રાલે કહ્યું હતું કે, ઇજિપ્તના સોહાગના ઉત્તર વિસ્તારમાં શુક્રવારે 2 ટ્રેન વચ્ચે જોરદાર ટક્કર થતાં 32 લોકોના મોત નિપજ્યા છે 66થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયાં છે. મંત્રાલયે આપેલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આરોગ્ય વિભાગના અધિકારીઓએ ઘટનાસ્થળે 36 એમ્બ્યુલન્સ મોકલવાની વ્યવસ્થા કરી છે અને ઘાયલ થયેલાને તાત્કાલિક અસરથી નજીકના દવાખાને ખસેડવામાં આવી રહ્યા છે. 

ઘટનાસ્થળે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. કાટમાળની નીચે ફસાયેલા પ્રવાસીને ટ્રેનના ડબ્બામાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે, મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે ઇજિપ્તના સ્વાસ્થ્ય મંત્રી પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *