
હાલમાં ચાલી રહેલી ચૌદમી વિધાનસભાનાં 8માં સત્રમાં વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની વિધાનસભા ગૃહમાં નવી પહેલ જોવા મળી હતી. જેમાં વિધાનસભામાં પ્રથમવાર વિપક્ષમાંથી કોઈ સભ્યને પ્રોટેમ સ્પીકર બનાવાયા છે. કોંગ્રેસના નેતા ડૉ. અનિલ જોષીયારાને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવ્યા છે. સામાન્ય રીતે વિધાનસભા ઉપાધ્યક્ષ તરીકે સત્તાપક્ષના સભ્યને સ્થાન આપવામાં આવે છે પરંતુ 25 વર્ષમાં પહેલીવાર પ્રોટેમ સ્પીકર તરીકે વિપક્ષના સભ્ય પ્રોટેમ સ્પીકર તરીકે બેઠાં હોય તેવું બન્યું છે. ભિલોડા વિધાનસભા બેઠકનાં કોંગ્રેસનાં ધારાસભ્ય ડૉ. અનિલ જોષીયારાને પહેલા વિપક્ષી પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવ્યા છે. જેથી હાલ ચર્ચાનો વિષય બન્યો છે.