
પાદરા :
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોના વાયરસના કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે. સુરતમાં એક કોલેજ અને બે સ્કૂલ 14 દિવસ માટે બંધ કરાઈ છે. બર્ફીવાલા કોલેજમાં 10 કેસ પોઝિટિવ આવ્યા છે. તો સાથે જ બે પ્રાથમિક સ્કૂલમાં 20 કેસ પોઝિટિવ આવ્યા છે. ત્યારે આ તરફ પાદરા તાલુકાની 4 જેટલી પ્રાથમિક શાળાઓ અને હાઈસ્કુલમાં કોરોનાનો કહેર જોવા મળ્યો છે.
મળતી વિગતો અનુસાર પાદરા તાલુકાની પ્રાથમિક શાળાઓ અને હાઈસ્કુલમાં કેટલાક શિક્ષકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. સરસવણી ગામની સરસ્વતી હાઈસ્કૂલ અને લતીપુરા ગામની હાઈસ્કુલમાં પ્રિસિપાલને કોરોના થયો હોવાનુ જાણવા મળ્યુ છે.
તો બીજી બાજુ પાદરા તાલુકાની કૂરાલ પ્રાથમિક શાળામાં 1 ધોરીવગા 2 વડદલા 1 પાદરા જાનકી વલ્લભ શાળામાં 1 શિક્ષકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. કુલ ચાર પ્રાથમિક શાળામાં પાચ શિક્ષકો કોરોના પોઝિટિવ આવ્યા છે. તો બીજી બાજુ પાદરા તાલુકાની બે હાઈસ્કુલના પ્રિન્સિપાલનો કોરોના રિપોર્ટ પણ પોજિટિવ આવ્યો છે. અત્યાર સુધી પાદરાની 7 શાળાઓમાં આચાર્ય-શિક્ષક વિદ્યાર્થીને કોરોના જોવા મળ્યો છે.