રાજ્યમાં દારૂબંધી..!! અંબાજી પોલીસે રૂ. 44 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

અંબાજી :

રાજસ્થાનથી ગેરકાયદેસર રીતે અંબાજી નજીકની ગુજરાત ની સરહદ ઉપર થી અંબાજી માર્ગ થી ગુજરાત માં ઘુસાડવામાં આવતો લાખો રૂપિયા નો વિદેશી દારૂ જે અંબાજી પોલીસે વિવિધ સમય એ ઝડપી પાડ્યો હતો તે ઝડપાયેલા વિદેશી દારૂના બે ટ્રક ભરી જથ્થા નો નાશ કરવામાં આવ્યો છે. અંબાજી નજીક ની જાંબુડી અને સરહદ છાપરી ચેકપોસ્ટ થઇ ગુજરાતમાં લવાતા વિદેશી દારૂ જે છેલ્લા 5 વર્ષ માં અલગ અલગ સમય 16282 જેટલી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂ નો જથ્થો અંદાજે કિંમત રૂપિયા 44 લાખ 16 હજાર 570 નો ઝડપી પડાયો હતો.

આજે દાંતા પ્રાંત અધિકારી, નાયબ પોલીસ અધિક્ષક તેમજ સ્થાનિક અધિકરીઓની દેખરેખમાં આ તમામ પરપ્રાંતીય વિદેશી દારૂનો જેસીબી મશીનથી નાશ કરવામાં આવ્યો હતો અને ખાલી બોક્સને પણ સળગાવી દેવાંમાં આવ્યા હતા જોકે પ્રાંત અધિકારી પ્રશાંત જીલોવાએ જણાવ્યું હતું કે આજે વિવિધ સમય ગુજરાતમાં ગેરકાયદેસર ઘૂસાડી રહેલા વિદેશી દારૂના જથ્થાના નાશ કરાયો છે અને ગુજરાતમાં દારૂ પ્રતિબંધ છે ત્યારે લોકો પણ દારૂના વ્યસનથી દૂર રહેવા અપીલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *