રીપેરીંગ કામ અર્થે નહેરુ બ્રિજ આજથી 45 દિવસ સુધી બંધ રહેશે

અમદાવાદ :

અમદાવાદ શહેરની સાબરમતી નદી પર આવેલો નહેરુ બ્રિજ રીપેરીંગ કામ અર્થે આગામી 45 દિવસ માટે બંધ રહેશે. એએમસી તંત્ર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે . જાહેર માધ્યમોમાં જાહેર નોટિસ આપી અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા 14 માર્ચથી 27 એપ્રિલ સુધી બ્રિજમાં રીપેરીગ કામ માટે વાહન ચાલકોની અવર જ્વર માટે પ્રતિબંધ મુકાયો છે. આ માટે બ્રિજની હાલત જર્જરિત બનતા ભોપાલની કંપનીને 3.50 કરોડનો કોન્ટ્રાકટ રીપેરીગ માટે અપાયો છે.

બ્રિજના એક્સપાંસન બદલવા સહિતની કામગીરી કરાશે. નહેરુબ્રિજ બંધ હોવાને લઈને લાલ દરવાજા અને આશ્રમ રોડ જવા માટે અન્ય બ્રિજથી લોકો અવરજવર કરી શકશે. જેના કારણે ગાંધી અને એલિસબ્રિજ પર વાહનોનું ભારણ વધી શકે છે.

બ્રિજના સસ્પેન્ડેડ સ્પાનને હાઇ ડ્રોલિક જેકથી લિફ્ટ કરી બેકિંગ બદલી શકાય છે  આ કામગીરી સેનફિલ ઇન્ડિયા પ્રા. લી સોંપવામા આવી છે. નહેરુ બ્રિજનું સંપૂર્ણ બાંધકામમાં હાઇડ્રોલિક જેકનો ઉપોયગ કરવામાં આવ્યો છે. જે હવે પછી સાત જેટલા સસ્પેન્ડેડ સ્પાનની 126 બેરીગને ઇલાસ્ટોમેટિક બેરીગ દ્વારા રિપ્લેસ કરવાની કામગીરી કરશે. ઉપરાત 320 જેટલા એકસપાન્સન જોઇન્ટને પણ રિપલેશ કરવાની કામગીરી પણ હાથ ધરાશે. હાલ તો આ સમારકામ કામગીરી પાછળ રૂપિયા 3.25 કરોડનો ખર્ચે અંદાજીત કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *