ઉનાળામાં વરસાદી માહોલ સર્જાતા જગતનો તાત ચિંતામાં, પાક નિષ્ફળ જવાની ભીતિ

દેવભૂમિ દ્વારકા :

ઉનાળો ધીમી ગતિએ શરૂ થઈ રહ્યો છે. અચાનક દ્વારકા જીલ્લાના વાતાવાતારમાં પલ્ટો આવવા પામ્યો છે. જેમાં દ્વારકા જીલ્લાના ભાણવડમાં અચાનક વરસાદ વરસવાનું શરૂ થતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. તેમજ રસ્તા પર નાના મોટા પાણીના ખાબોચિયા ભરાઈ જવા પામ્યા હતા. એકાએક વરસાદ વરસવાનું શરૂ થતા લોકો ફરી ઠંડીનો અનુભવ કર્યો હતો. દ્વારકા જીલ્લમાં સવારે ધુમ્મસ અને બપોરે વરસાદી ઝાપટા પડતા ધરતીના તાતા એવા ખેડૂતો ચિંતાતુર બની જવા પામ્યા હતા. ત્યારે ખેડૂતો દ્વારા ખેતરમાં વાવેતર કરેલ પાકને પણ નુકશાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. અચાનક વાતાવાતારમાં પલ્ટો આવતા ખેતરોમાં ખેડૂતોએ સંગ્રહ કરેલ પાક ભીનો ન થાય તેવી સુરક્ષિત જગ્યાએ પણ મુકવાની તકેદારી લીધી છે. તેમજ માર્કેટયાર્ડમાં ખેડૂતો પસેથી ખરીદેલ માલ પણ વેપારીઓ દ્વારા ગોડાઉનમાં મૂકી દીધો હતો.

શિયાળો પૂર્ણ થતા જ ઉનાળાની ધીમી ગતિએ શરૂઆત થઈ રહી છે. દ્વારકા જીલ્લાના વાતાવરણમાં અચાનક પલ્ટો આવવા પામો છે. ત્યારે દ્વારકા જીલ્લાના ભાણવડમાં અચાનક મેઘરાજાની પધરામણી થવા પામી છે. દ્વારકા જીલ્લાના વાતાવરણમાં સવારે ધુમ્મસ અને બપોરે વરસાદી ઝાપટા વરસતા ધરતીના તાતા ખેડૂતો ચિંતાતુર બની જવા પામ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *