રાજયમાં છેલ્લા ત્રણ વર્ષમાં 154 ગાય અને 365 ભેંસની તસ્કરી

ગાંધીનગર :

ગુજરાતમાં વર્ષ 2017 થી સપ્ટેમ્બર 2020 સુધી 154 ગાય અને 365 ભેસની ચોરી નોંધાઇ છે. ત્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભેંસ, ગાય, વાછરડા ની ચોરીની ઘટનાઓ નોંધાઇ છે. રાજ્યમાં કીમતી માલ મિલકત અને સોનાના ઘરેણાની ની ચોરીની ઘટનાઓ અનેક વખત જોવા મળતી હોય છે.

વિધાનસભાગૃહમાં રાજ્ય સરકારે રજૂ કરેલા અતારાંકિત પ્રશ્નોત્તરીમાં એક એવી વિગત સામે આવી છે કે વર્ષ 2017 થી 30 સપ્ટેમ્બર 2020 સુધી રાજ્યમાં કુલ 154 ગાય અને 365 ભેંસની ચોરી થઇ હોવાની અલગ અલગ ઘટના નોંધાઈ છે. ગુજરાતવિધાનસભા ગૃહમાં રજુ કરેલ અતારાંકિત પ્રશ્નોત્તરીમાં અમદાવાદના કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે રાજ્યમાં પશુઓની ચોરી બાબતે પ્રશ્ન કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *