
આ વખતે નાણામંત્રીએ બજેટમાં વરિષ્ઠ નાગરિકોને મોટી ભેટ આપી છે. બુધવારે કેન્દ્રીય બજેટ 2023-24 રજૂ કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, જો તમે પણ સીનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમમાં એકાઉન્ટ ખોલાવ્યું છે અથવા ખોલવાની યોજના બનાવી રહ્યા છો, તો હવેથી તમને મોટો ફાયદો થશે. સરકારે હવે સીનિયર સિટીઝન સ્કીમની મર્યાદા 15 લાખથી વધારીને 30 લાખ કરી દીધી છે.
સીનિયર સિટીજન્સને મળશે વધુ ફાયદા
આપને જણાવી દઈએ કે સીનિયર સિટીઝનને હવેથી વધુ લાભ મળશે. સીનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ હેઠળ મહત્તમ જમા મર્યાદા 15 લાખ રૂપિયાથી વધારીને 30 લાખ રૂપિયા કરવામાં આવી છે.
કેટલી વધી ગઈ મર્યાદા ?
તેની સાથે, મંથલી ઈનકમ એકાઉન્ટ યોજના માટે મહત્તમ જમા સિંગલ એકાઉન્ટ માટે 4.5 લાખ રૂપિયાથી વધારીને 9 લાખ રૂપિયા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે જ સમયે, જોઈન્ટ એકાઉન્ટ માટે આ મર્યાદા 9 લાખ રૂપિયાથી વધારીને 15 લાખ રૂપિયા કરવામાં આવી છે.
સરકારે વ્યાજરમાં કર્યો વધારો
તેની સાથે જ SCSSને માર્ચ 1 ના રોજ પૂરા થતા ક્વાર્ટર માટે 8 ટકાના દરે વ્યાજનો લાભ મળશે. જણાવી દઈએ કે સરકારના આ નિર્ણયથી વરિષ્ઠ નાગરિકોની આવકમાં વધારો થશે. સરકારે વ્યાજ દર વધારીને કરોડો લોકોને મોટા સમાચાર આપ્યા છે.
કોણ ખોલાવી શકે છે એકાઉન્ટ ?
SCSS માં એકાઉન્ટ ખોલવા માટે ઉંમર 60 વર્ષ હોવી જોઈએ. આ યોજનામાં ફક્ત 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો જ એકાઉન્ટ ખોલાવી શકે છે. આ સિવાય જેમણે VRS (Voluntary Retirement Scheme) લીધી છે, તે લોકો પણ આ યોજનામાં એકાઉન્ટ ખોલાવી શકે છે.
કેપેક્સ કેટલું રહ્યું ?
તેની સાથે બજેટમાં કુલ મૂડીરોકાણ 33 ટકા વધારીને 7.5 લાખ કરોડ રૂપિયાથી વધારીને 10 લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. તેમના સંબોધનમાં, સીતારમણે જાહેરાત કરી હતી કે મૂડી રોકાણનો ખર્ચ સતત ત્રીજા વર્ષે 33 ટકા વધારીને 10 લાખ કરોડ રૂપિયા કરવામાં આવી રહ્યો છે, જે જીડીપીના 3.3 ટકા હશે.