રેતીનું ટ્રેકટર ચલાવવામાં હેરાનગતિ નહીં કરવા રૂા. 10 હજારની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાતા તલાટી વર્તુળમાં ફફડાટ

જાફરાબાદ વિસ્તાર ગેરકાયદેસર રેતી ચોરીનું મોટુ રેકેટ ચાલી રહ્યું છે. ત્યારે રેતી ભરેલા ટ્રેકટરોને નહીં અટકાવવા મામલતદાર કચેરીનાં રેવન્યુ તલાટી મંત્રીએ લાંચ માંગતા અમરેલી એસીબીએ છટકુ ગોઠવી તલાટી મંત્રીને રૂા. 10 હજારની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી લેતા તલાટી મંડળના તલાટીઓમાં ફફડાટ ફેલાયો છે.

બનાવની જાણવા મળતી વિગત મુજબ એક જાગૃત નાગરિક પોતાનુ રેતીનું ટ્રેકટર જાફરાબાદ વિસ્તારમાં ચલાવતા હોય તેઓને ખોટી રીતે હેરાનગતિ નહી કરવાના અવેજ પેટે આરોપી નિલેશભાઈ ભદુભાઈ ડાભી (રેવન્યુ તલાટી મંત્રી, વર્ગ-3 જાફરાબાદ મામલતદાર કચેરી) રહે.રાજુલા વાળાએ એક ટ્રેકટરના રૂ.5,000 લેખે બે ટ્રેકટરના રૂપિયા 10,000 ની માંગણી કરેલ હોય અને જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોઈ તેથી અમરેલી એસીબીમાં ફરિયાદ આપતા લાંચના છટકા દરમ્યાન આક્ષેપિત લાંચની રકમની માંગણી કરી અને ફરીયાદી સાથે લાંચની હેતુલક્ષી વાતચીત કરી લાંચના રૂ.10,000 સ્વિકારી લઈ રૂ.10,000ની લાંચની રકમ સાથે હીડોરણા રોડ, દાનેવ પાનની દુકાને, કાશીબા હોસ્પિટલની સામે, રાજુલા, ખાતેથી જડપાઇ ગયાં હતાં.અને ઉપરોકત આરોપીને એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *