
પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ અમરેલી જીલ્લાના રાજુલા ખાતે જાહેરસભાને સંબોધન કર્યું હતું. અક્ષરધામ આતંકી હુમલામાં પોતાની રિવોલ્વર લઈને આતંકીઓ સામે લડનાર મર્દ યોદ્ધા તમને મળ્યા છે તેમ સી.આર.પાટીલએ આ કાર્યક્રમમાં કહ્યું હતું. રાજુલા તાલુકા પંચાયતના પૂર્વ વિપક્ષ નેતા કરશનભાઇ કળસરિયા, અતુલભાઈ જાલંધરા, દીપકભાઈ જાલંધરા તેમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.

સી.આર. પાટિલે વધુમાં કહ્યું રાજુલા જાફરાબાદ ખાંભા નું ૨૦ વર્ષ સુધી પ્રતિનિધિત્વ કરનાર હીરાભાઈ સોલંકી ને ફરી ભાજપે ટિકિટ આપી અને આ વખતે જંગી બહુમતીથી જીતવાના છે.
અક્ષરધામ આતંકી હુમલામાં પોતાની રિવોલ્વર લઈને આતંકીઓ સામે લડનાર મર્દ યોદ્ધા તમને મળ્યા છે. કેન્દ્ર માં મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની ડબલ એન્જિન સરકાર થી જગત નો તાત ખેડૂત અને દેશ નો તમામ વર્ગ ખુશ છે. કોંગ્રેસ ના કામ નહિ કૌંભાંડ બોલે છે અને રેવડી વેચવા વાળા ને પણ જનતા ઓળખી ગઈ છે તેમ સી.આર.પાટીલ એ કહ્યું હતું.