
આપના પ્રદેશ પ્રમુખ અને પ્રદેશ મહામંત્રી ક્યાંથી વિધાનસભાની ચૂંટણી લડશે તેની જાહેરાત થઈ ચૂકી છે. કેજરીવાલે ટ્વિટ કરીને બન્ને બેઠકો પર નામો જાહેર કર્યા છે. સુરત કતારથી ઈટાલિયા અને મનોજ સોરઠીયા કારંજથી ચૂંટણી લડશે.
ગોપાલ ઈટાલિયા અને મનોજટ સોરઠીયા કઈ વિધાન આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક ગુજરાતમાં છે અને સિનિયર આપના સિનિયર નેતા પણ છે ત્યારે આ રાહ જોવાતી હતી. તેમની જીતને લઈને આશા આપ પાર્ટીને છે ત્યારે આ નામોની જાહેર થતા જ નવાજૂનીના સંકેતો છે રીઝલ્ટને લઈને જોવા મળી શકે છે. સૂરત વિધાનસભા બેઠક પસંદ કરાતા આ હવે રસપ્રદ બની રહેશે.

નવા ચહેરાઓ છે તેમને સૂરતથી લડાવવામાં આવ્યા છે. પાસના આંદોલનના ચહેરા એવા કથિરીયાને પણ સૂરતથી ટિકિટ અપાઈ છે ત્યારે ઈટાલિયાને પણ સૂરતથી ટિકિટ આપવામાં આવી છે. આપ પાર્ટી સૂરતમાં વધુ મહેનત પણ કરી રહી છે ત્યારે સૂરતમાંથી આપ મોટા નેતાઓને ઉતારી રહી છે.

અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહી આ વાત
રાજકારણમાં યુવાનોની ભાગીદારી જરૂરી છે. ગુજરાતમાં અમારા પ્રદેશ પ્રમુખ અને લોકપ્રિય યુવા ગોપાલ ઇટાલિયા સુરતની કતારગામ વિધાનસભાથી ચૂંટણી લડશે અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા કારંજ વિધાનસભાથી ચૂંટણી લડશે.