ભરૂચ ના દયાદરા ખાતે મકાનમાં દંડા વડે તોડફોડ કરતો યુવાનનો વીડિયો થયો વાયરલ

ભરૂચ-મકાનમાં તોડફોડ કરતા યુવકનો વીડિયો વાયરલ થયો,દયાદરા ગામનું હોવાનું અનુમાન

ભરૂચ ખાતે સોશિયલ મિડિયા થકી એક વાયરલ વીડિયો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે,જ્યાં એક મકાન ની બાહર અપશબ્દો બોલી હાથમાં દંડા જેવા મારક વસ્તુ લઈ તોડફોડ કરતો યુવક નજરે પડી રહ્યો છે,પ્રથમ તો આ યુવક મકાન તરફ ધસી જાય છે જ્યાં મકાન નો દરવાજો બંધ હોય મકાન ના ગેટ ને ખોલી ગેલેરી પર આવેલ કાંચ ની બારીઓ પર મુક્કા મારી તેને તોડી નાંખતો નજરે પડે છે,ત્યાર બાદ આ યુવક મકાન ના ગેટ ને પણ જોર જોર થી અથડતો હોય તેમ નજરે પડી રહ્યો છે,

ભરૂચમાં વાયરલ થયેલ આ સીસીટીવી ડ્રશ્યો દયાદરા ગામ ખાતેના હોવાનું અનુમાન લગાવવા માં આવી રહ્યું છે,જ્યાં કોઈ બાબત ને લઇ આ તકરાર થઇ હોવાનું સામે આવ્યું છે,જે બાદ ઉશ્કેરાયેલા યુવકે મકાન પાસે પહોંચી જઈ તોડફોડ કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે,તોડફોડ કર્યા બાદ જ્યારે આ યુવકને સ્થાનિકો લઇ જઈ રહ્યા છે ત્યારે બાદ બંધ મકાન માંથી ત્રણ થીચાર બાળકીઓ ઘબ્રાત અનુભવીને બાહર નીકળી રહી હોય અને એક બાળકી ને કાંચ ના ટુકડા થી ઇજાઓ થઇ હોય તેવું પણ દેખાઈ રહ્યું છે,

જોકે હાલ આ વાયરલ વીડિયો બાદ હજુ સુધી મામલે પોલીસ ચોપડે કોઈ પણ પ્રકારની નોંધ લેવાઇ હોય તેમ સામે આવ્યું નથીઃતેમજ આ સમગ્ર ઘટના ક્રમ કઇ બાબત ને લઇ સર્જાયો હતો તે પણ હજુ સુધી સામે આવી શક્યું નથીઃજોકે ઘટના અંગેનો વાયરલ વીડિયો હાલ સોશિયલ મિડિયા થકી લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *