પોલીસ સ્ટેશનમાંથી 29000 લિટર દારૂ ગાયબ, ઉંદરો દારૂ પી ગયા

હરિયાણાના ફરિદાબાદ શહેરના 25 પોલીસ સ્ટેશનમાંથી 29 હજાર લીટર દારુ ગાયબ થતા હડકંપ મચ્યો છે. પોલીસ અધિકારીઓએ દારુ ગાયબ થવા પાછળ ઉંદરોને જવાબદાર ઠેરવ્યાં

બેવડાઓ દ્વારા થતી દારુની ચોરી સ્વાભાવિક ઘટના છે પરંતુ અહીં દારુના ગાયબ થવા પાછળ જે કારણ અપાયું તે તો ખરેખર હેરાનીભર્યું છે.
29 હજાર લીટર દારુ ક્યાં ગયો તે સવાલ પર શરુઆતમાં તો પોલીસ અધિકારીઓએ મૌન જાળવી રાખવાનું પસંદ કર્યું પરંતુ જ્યારે સવાલ ઉઠવા લાગ્યા ત્યારે તેમણે જવાબ આપવો પડ્યો.પોલીસ અધિકારીઓએ કહ્યું કે 29 હજાર લીટર દારુ ઉંદરો પી ગયા છે. જવાબ ચોંકાવનારો છે પરંતુ પોલીસના મતે સાચો છે.
50,000 લીટર દેશી દારુ, 30,000 લીટર અંગ્રેજી દારુ જપ્ત કરાયો હતો 
ફરીદાબાદ પોલીસે 50,000 લીટર દેશી દારુ, 30,000 લીટર અંગ્રેજી દારુ, 3000 કેન બિયરની બોટલ જપ્ત કરી હતી. પોલીસે 825 કેસ પણ દાખલ કર્યાં હતા. કેસ કોર્ટમાં હોવાથી દારુને પોલીસ સ્ટેશનના માલખાનામાં રખાયો હતો.શું ખરેખર ઉંદરો દારુ પી ગયા તે સવાલનો જવાબ તો તપાસને અંતે મળી શકે છે પરંતુ હાલ પૂરતો તો પોલીસનો જવાબ સાચે માન્યે જ છૂટકો. 
ઉંદરોએ દેશ દારુની મોટાભાગની બોટલો કાતરી ખાધી 
પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર ઉંદરોએ દેશ દારુની મોટાભાગની બોટલો કાતરી ખાધી હતી. દેશી દારુની બોટલો પ્લાસ્ટિકની હોવાથી ઉંદરોએ કાપી નાખી હતી. સાથે કાચો દારુ પ્લાસ્ટિકના પાઉચમાં રખાયો હતો તેને પણ ઉંદરોએ કાપી નાખી હતી. ઉંદરોએ દેશી અને કાચા દારુને મિક્સ કરી નાખ્યો હતો આ રીતે 20,000 લીટર દારુ બર્બાદ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *