
પાકિસ્તાન વિરૂદ્ધ સુપર 4 મેચમાં હાર બાદ ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. અર્શદીપે પાકિસ્તાન વિરૂદ્ધ મેચમાં તે સમયે એક આસાન કેચ છોડી દીધો હતો જ્યારે ટીમને વિકેટની જરૂરત હતી, તેના કેચ છોડ્યા બાદ તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવતો હતો, તેને ખાલિસ્તાની કહેવામાં આવ્યો હતો અને તેના વીકિપીડાયા પેજ સાથે છેડછાડ કરવામાં આવી હતી. જોકે, બાદમાં ભારત સરકારે આ વિકીપિડીયાને નોટિસ મોકલીને જવાબ પણ માંગ્યો છે. જોકે, આ આખા પ્રકરણ અંગે અર્શદીપ સિંહ શું વિચારે છે.
અર્શદીપ સિંહના પિતા દર્શન સિંહે એક ન્યૂઝ પેપર સાથે વાત કરતા આ વાતનો ખુલાસો કર્યો કે તે અંતે આ મુદ્દા પર અર્શદીપનું શું માનવુ છે?

ભારત-પાકિસ્તાન મેચ જોઇને ચંદીગઢ પરત ફરેલા દર્શન સિહે કહ્યુ, બોર્ડિંગથી પહેલા અર્શદીપ સાથે વાત કરી હતી, તેના સચોટ શબ્દ હતા, હું તે તમામ ટ્વીટ્સ અને મેસેજ પર હંસી રહ્યો છું, હું માત્ર સકારાત્મકતા લઇ રહ્યો છું. આ ઘટનાએ મને વધુ આત્મવિશ્વાસ આપ્યો છે.
આટલુ જ નહી તેમના માતા-પિતાએ જણાવ્યુ કે આખી ટીમ ઇન્ડિયા આ યુવા બોલર સાથે ઉભી છે. મહત્વપૂર્ણ છે કે અર્શદીપે ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન 18મી ઓવરના ચોથા બોલ પર આસિફ અલીનો કેચ છોડી દીધો હતો. બાદમાં આસિફ અલીએ 8 બોલમાં 16 રનની ઇનિંગ રમીને પાકિસ્તાનને 5 વિકેટે જીત અપાવી હતી.

વિરાટથી લઇને કેટલાક દિગ્ગજ સમર્થન કરી ચુક્યા છે
જોકે, આ આખી ઘટના પર ટીમ ઇન્ડિયા મજબૂતીથી આ બોલર સાથે ઉભી છે. મેચ બાદ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ પણ કહ્યુ હતુ કે કોઇનાથી પણ આ ભૂલ થઇ શકે છે. આ સિવાય પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ અને યુવરાજ સિંહે પણ આ યુવા બોલરના સમર્થનમાં ટ્વીટ કરી પોતાની વાત રાખી હતી.