રીવરફ્રન્ટ પર ગળા પર ઘાના નિશાન સાથે મળેલી લાશમાં પીએમ રીપોર્ટમાં ચોંકાવનારી વાત આવી સામે

રીવરફ્રન્ટ પર ગળાના ઘાના નિશાન સાથે યુવકની લાશ મળી હતી. ગઈકાલની જ ઘટનાને લઈને અનેક તર્ક વિતર્ક કરવામાં આવી રહ્યા હતા. ત્યારે યુવકની લાશને પીએમ મોકલાઈ હતી. જેમાં ચોંકવનારી વાત સામે આવી છે. પીએમ રીપોર્ટમાં યુવકનું ડૂબવાથી મોત થયું હાવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે.

ત્યારે ગઈકાલે મળેલી વિગતો અનુસાર યુવકના ગળા પર ઘા જોવા મળ્યા હતા ત્યારે જો આપધાત કર્યો છે તો ગળા પર ઘાના નિશાન કેવી રીતે સામે આવ્યા. ડૂબવાથી મોત થયાને લઈને રીપોર્ટમાં સામે આવ્યું છે. જેથી ગળાના ઘાવ મામલે પણ શંકા -કુશંકા સેવવામાં આવી રહી છે. 

બે દિવસ પહેલા અમદાવાદમાં હિતેશ નામનો યુવક ગુમ થઈ ગયો હતો ત્યારે ગઈકાલે તેની લાશ રીવરફ્રન્ટ પર મળી હતી. જેને લઈને અનેક તર્કવિતર્ક કરવામાં આવતા પીએમ માટે બોડી મોકલવામાં આવી હતી. યુવકની ગઈ કાલે કોની સાથે વાત થઈ હતી, કોને મળ્યો હતો એ તમામ બાબતોને લઈને પણ પૂછપરછ પોલીસ દ્વારા કરવામાં આવી હતી ત્યારે પીએમમાં આ પ્રકારની વિગતો સામે આવી છે. યુવકમાં માર્ચ મહિનામાં જ લગ્ન થયા હતા. ગેરેજમાં આ યુવક કામ કરતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *