
સુરેશ રૈનાએ 15 ઓગસ્ટ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી, તેના કેટલીક મીનિટ પહેલા એમએસ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યુ હતુ. બન્ને દિગ્ગજ આઇપીએલ અને ઘરેલુ ક્રિકેટ માટે ઉપલબ્ધ હતા પરંતુ હવે સુરેશ રૈનાએ આ વાતની જાહેરાત કરી દીધી છે કે તે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઇ સાથે જોડાયેલી કોઇ પણ ટૂર્નામેન્ટનો ભાગ નથી.

દૈનિક જાગરણમાં છપાયેલા રિપોર્ટ અનુસાર સુરેશ રૈનાએ બીસીસીઆઇ અને ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશન એટલે કે યૂપીસીએના અધિકારીઓએ આ વાતની જાણકારી આપી છે કે તે ભારતીય ક્રિકેટમાં નહી રમે. જોકે, તેને એમ પણ કહ્યુ છે કે તે વિદેશી લીગ રમી શકે છે અને તેની શરૂઆત તે રોડ સેફ્ડી વર્લ્ડ સીરિઝથી કરવાનો છે. સુરેશ રૈનાને આઇપીએલ 2022ના મેગા ઓક્શનમાં કોઇ પણ ટીમે ખરીદ્યો નહતો.
સુરેશ રૈના બીસીસીઆઇ પાસે એનઓસી મેળવ્યા બાદ દેશ અને વિદેશની અલગ અલગ લીગ્સમાં રમવા માટે ઉપલબ્ધ હશે, તે પહેલા યુવરાજ સિંહ વિદેશી લીગ રમી ચુક્યો છે અને તે દેશમાં આયોજિત થતી લીગ્સમાં પણ ભાગ લઇ શકે છે. સુરેશ રૈનાએ જણાવ્યુ છે કે તેને યૂપીસીએ પાસેથી એનઓસી લઇ લીધુ છે અને તેની જાણકારી બીસીસીઆઇના સચિવ જય શાહ અને ઉપાધ્યક્ષ રાજીવ શુકલાને પણ આપી છે.

સુરેશ રૈનાએ આ વાતની પણ પૃષ્ટી કરી છે કે તે 10 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહેલી રોડ સેફ્ટી વર્લ્ડ સીરિઝનો પણ ભાગ હશે. તે એક અઠવાડિયાથી અભ્યાસ કરી રહ્યો છે. 205 આઇપીએલ મેચ રમનારા સુરેશ રૈનાએ આ વાતની પણ જાણકારી આપી છે કે તેને સાઉથ આફ્રિકા, શ્રીલંકા અને યૂએઇની ટી-20 લીગ્સ માટે પણ સંપર્ક કરવામાં આવ્યો છે. તે સાઉથ આફ્રિકાની નવી ટી-20 લીગમાં સીએસકેની પેરેન્ટ કંપની ઇન્ડિયા સીમેન્ટ્સ દ્વારા ખરીદવામાં આવેલી ટીમ માટે રમી શકે છે.