અમદાવાદમાં બૂલેટ ટ્રેનને લઈને આ પ્રકારની કામગિરી સ્ટેશન બનવાને લઈને થઈ

અમદાવાદ અને મુંબઈ વચ્ચે આ હાઈ સ્પીડ ટ્રેન ક્યારે દોડશે તેને લઈને સૌ કોઈને સવાલ છે કેમ કે, જાપાન જેવા દેશોમાં ચાલતી બુલેટ ટ્રેન હવે ગુજરાતને પણ મળવા જઈ રહી છે ત્યારે બુલેટ ટ્રેન 508 કિ.મી.ની લાંબી હાઈસ્પીડ રેલ લાઈન શરૂ કરાશે. જેમાં ખાસ કરીને 352 કિલોમીટરનો આ રૂટ ગુજરાતના 8 જિલ્લાઓમાંથી પસાર થશે. જેથી ગુજરાતમાં બુલેટ ટ્રેનની કામગિરીને લઈને તૈયારીઓ થઈ રહી છે. કેમ કે, ગુજરાતમાં 8માં તેના સ્ટોપ રહેશે. જેથી 8 જિલ્લાઓમાં તેનું કામ હાલ ચાલી રહ્યું છે.

અમદાવાદ મુંબઈ બૂલેટ ટ્રેનને લઈને અમદાવાદમાં કામગિરી ચારી રહી છે. મુંબઈ સુઘી જોડાતી ટ્રેનનું કામ હાલ સ્ટેશનો બનાવવાને લઈને થઈ રહ્યું છે. ત્યારે હાઈસ્પીડ રેલ રૂટના પ્રથમ સ્ટેશનનું કામ પૂર્ણતાના આરે છે. ત્યારે બુલેટ ટ્રેનનું પ્રથમ સાબરમતી સ્ટેશન ટૂંક સમયમાં જ તૈયાર થઈ જશે જેને લઈને અત્યારે પીલરો પર સ્ટેશનો બનાવવાની કામગિરી કરવામાં આવી રહી છે. 

અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનના રૂટમાં જો કોઈ પ્રથમ સ્ટેશન આવતું હોય તો એ સાબરમતી છે. જ્યાં 1.36 લાખ વર્ગ મીટર વિસ્તારમાં 9 માળની બિલ્ડીંગ પણ બની રહી છે. આ ઉપરાંત 1200 જેટલી ગાડીઓના પાર્કિંગને લઈને પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ખાસ કરીને તેમાં હોટેલ સહીતની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *