
વડોદરા એરફોર્સ અને ONGCના નિવૃત ઓફિસરે પત્ની પર ફાયરિંગ કર્યું
પ્રાપ્ત થતી વિગતો મુજબ વડોદરા શહેરમાં રહેતા ONGC અને એરફોર્સકર્મી ના નિવૃત અને તેના પત્ની વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો મિલકતનો ઝઘડો આજે લોહિયાળ બન્યો હતો. માંજલપુર વિસ્તારમાં મકાનનો કબજો લેવા પત્ની પહોંચતા પતિ સાથે ઝઘડો થયો હતો. ઉશ્કેરાયેલા પતિએ બાર બોરની બંદૂકમાંથી ફાયરિંગ કરતા પત્ની અને સિક્યુરિટી ગાર્ડને ઈજા પહોંચતા બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પતિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.