
અમદાવાદ : ઢોસા આરોગ્યા બાદ કેટલાંક લોકોને ઝાડા-ઊલટી
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં સુરધારા સર્કલ પાસે મેપલ ટ્રેડમાં આવેલી સાઉથેર્ન ગ્રુબ ધ ટેસ્ટ ઓફ સાઉથમાં ઢોસા ખાધા બાદ કેટલાક લોકોને ઝાડા-ઊલટી થયા હતા. આ મામલે ફરિયાદ મળતા AMC ફૂડ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી. તાત્કાલિક હોટલને સીલ કરવામાં આવી છે. સાંભાર, કોકોનેટ ચટણી, ગ્રીન ચટણી અને ઢોસાના ખીરાના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.