માંડવી નગ૨પાલિકાની કારોબારી સમિતિની બેઠક ચેરમેન વિશાલ ઠક્કરના પ્રમુખ સ્થાને મળેલી હતી.

માંડવી નગ૨પાલિકાની કારોબારી સમિતિની બેઠક ચેરમેન વિશાલ ઠક્કરના પ્રમુખ સ્થાને મળેલી હતી.

માંડવી

માંડવી નગ૨પાલિકાની કારોબારી સમિતિની બેઠક ચેરમેન વિશાલ ઠક્કરના પ્રમુખ સ્થાને મળેલી હતી. જેમાં વિવિધ વિકાસ કામોને બહાલી સાથે અત્યંત ગોઝારી અને હ્રદય દ્રાવક એર ઈન્ડિયાની વિમાન દુર્ઘટનામાં ૨૪૦ થી વધુ યાત્રિકો સાથે ડોકટરો તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિધન બદલ શોક પ્રસ્તાવ રજુ કરી દિવંગત આત્માઓને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવેલ હતી.

માંડવી

આજની બેઠકમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગટરની સમસ્યાના કાયમી ઉકેલ માટે વાર્ષિક ધોરણે કામગીરી સોપવા ઉપરાંત પ્રિ-મોન્સુનની કામગીરી અંતર્ગત હ્યદય સમાન ટોપણસર તળાવને ફરતે અને શહેરની મુખ્ય પ્રવેશ દ્વાર પર ઝાડી કટિંગ કરાવવા તથા શહેરમાં વિવિધ વોર્ડમાં થઈ રહેલા ઈન્ટરલોકની કામગીરી દરમ્યાન પાણીની મુખ્ય વિતરણ લાઈનને પહોચેલ નુકશાન બાબતે કંપની પાસેથી ખર્ચ વસુલવાનો કડક નિર્ણય લેવામાં આવ્યો. ઉપરાંત જુદા જુદા વોર્ડના વિસ્તારોમાં પાણીની લાઈન ફિટીંગ માટે જરૂરી માલ સામાન ખરીદી કરવા ખર્ચને મંજુરી આપવામાં આવેલ.માંડવી નલિયા રોડ પર સોનાવાળા નાકાથી નવાનાકા સુધી વરસાદી નાળાના વહેણ પર આવરોધરૂપ બાંધકામ દુર કરવા જરૂરી સાધનો હિટાચી, જે.સી.બી.,ટ્રેકટર વેગેરે ભાડે રાખવા તથા ડી-વોટરીંગ પંપ રિપેરીંગ ખર્ચને મંજુરી આપવામાં આવેલ હતી.

માંડવી

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ ૨૦૨૪-૨૫ ગ્રાન્ટ હેઠળ ભુજ-માંડવી રોડ પર નવા પુલ પાસે હાઈમાસ્ક ટાવર બનાવવા નિર્ણય લેવામાં આવેલ, બાંધકામ વિભાગ હસ્તકના ચાલતા કામો સમય મર્યાદામાં પૂર્ણ ન કરવા સબબ જે તે ઈજારદાર પાસેથી નિયમોનુસાર પેનલ્ટીની રકમની વસુલાત કરવાની કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. શહેરમાં આવેલ ટુરીસ્ટ સ્પોટ પર ટુરિઝમ સ્કેનર (માહિતી સુચક) લગાડવા નિર્ણય લેવામાં આવેલ હતો. માંડવી-ભુજ રોડ પર માંડવીના પ્રવેશ દ્વાર જૈન આશ્રમ પાસે “ઓપરેશન સિંદુર’ની થીમ તેમજ નલીયા રોડ માંડવીની ઓળખ સમા પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક, વિજય વિલાસ પેલેસ, વહાણ, બિચ, દાબેલી, વગેરેની થીમ પર સર્કલ બનાવવામાં આવશે.
 
શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકે તે માટેનું આયોજન કરવામાં આવેલ છે. શહેરમાં અકસ્માત રોકવા વિવિધ સ્થળો પર ટ્રાફિક મિ૨૨ લગાડવામાં આવશે. કાંઠા વાળા નાકા પાસેના ચોકનું ‘શ્રી જગન્નાથ પુરી ચોક’ નામકરણ કરવાની મંજુરી આપવામાં આવી. પ્રતિબંધિત પ્લાસ્ટીક જબલાના વહેચણ પર સંપુર્ણ પ્રતિબંધ કરવામાં આવશે અને દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેવો કડક નિર્ણય લેવામાં આવ્યો નગરપાલિકા સંચાલિત વાંચનાલય મધ્યે શહેરના વિદ્યાર્થીઓને જી.પી.એસ.સી. તથા યુ.પી.એસ.સી.ની તૈયારી માટે અભ્યાસ ક્રમ મુજબ પાઠય પુસ્તકોની ખરીદી કરવા નિર્ણય લેવામાં આવેલ.
 
નગરપાલિકાની હદમાં આવેલ રહેણાંક/બિન રહેણાંક મિલ્કત પર ડિઝીટલ નંબર પ્લેટ લગાડવા ચર્ચા વિચારણા કરવામાં આવી શમ્સ કોમ્પ્યુટર, જેનાબાદ બિહાર દ્વારા ભાવ રજુ કરવામાં આવેલ.જે અંગે ચર્ચા વિચારણા કરી મુખ્ય અધિકારીને સત્તા આપવામાં આવેલ.
 
આ બેઠકમાં વિજય ગઢવી, પ્રેમજી કેરાઈ, વિજય ચૌહાણ, જયશ્રીબેન સલાટ, જશુબેન કેરાઈ વગેરેએ ચર્ચામાં ભાગ લીધો હતો. ઈન્ચાર્જ હેડકલાર્ક મનજી પરમા૨, ચેતન જોષી, મયુરસિંહ ઝાલા, વિનોદ મહેશ્વરી, મુકેશ પુરબીયા, ધવલ જેઠવા, ભુપેન્દ્ર સલાટ,દેવયાણ ગઢવી,સાવનસિંહ રાઠોડ, શંકર ચૌહાણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *