
માંડવી ખાતે શ્રી વિશ્વકર્મા દાદા જયંતિ ઉત્સવની ભાવભર ઉજવણી કરાઈ
માંડવી ખાતે શ્રી લુહાર સમાજ તથા શ્રી વિશ્વકર્મા લુહાર યુવક મંડળ દ્વારા વિશ્વકર્મા દાદા ની જયંતિ ની ભાવભર ઉજવણી કરાઇ હતી. વિધિવત શસ્ત્રોનું પૂજન, હોમ હવન મહા આરતી ,મહાપ્રસાદ સહિત ધાર્મિક કાર્યક્રમોમાં લુહાર જ્ઞાતિના ભાઈઓ બહેનો બાળકો ભાવભેર જોડાયા હતા મુખ્ય દાતા પ્રણવભાઈ કનુભાઈ પંચાલ પરિવાર રહ્યો હતો કાર્યક્રમને સફળ બનાવવા માંડવી શ્રી લુહાર જ્ઞાતિના પ્રમુખ અજયભાઈ કિર્તીભાઈ આસોડિયા , યુવક મંડળના પ્રમુખ સુમિત જયેશ ઉમરાણીયા સહિત યુવાનોએ સહયોગ કર્યો હતો.
