મહારાષ્ટ્રમાં પુષ્પક એક્સપ્રેસમાંથી ઉતરેલા મુસાફરોને કર્ણાટક એક્સપ્રેસે કચડ્યાં, 11ના મોત

મહારાષ્ટ્રના જલગાંવના પરાંડા રેલ્વે સ્ટેશન નજીક એક મોટો અકસ્માત થયો છે. અહીં પુષ્પક એક્સપ્રેસમાંથી ઉતરેલા અનેક મુસાફરોને કર્ણાટક એક્સપ્રેસે કચડી નાખ્યા હતા. મળતી માહિતી મુજબ, પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગી હોવાની અફવા ફેલાઈ હતી. આ પછી ઘણા લોકોએ ટ્રેનમાંથી કૂદી પડ્યા હતા. ત્યારે બીજા ટ્રેક પરથી આવતી કર્ણાટક એક્સપ્રેસે અનેક મુસાફરોને કચડી નાખ્યા હતા. જણાવી દઈએ કે, પુષ્પક એક્સપ્રેસ લખનઉંથી મુંબઈ જઈ રહી હતી.

દુર્ઘટનામાં 11ના મોત

મીડિયા રિપોર્ટ મુજબ અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

દુર્ઘટના બનવાનું શું છે કારણ?

એવું કહેવામાં આવી રહ્યું છે કે, B4 બોગીમાં સ્પાર્કિંગ થતાં પુષ્પક એક્સપ્રેસને રોકી દેવામાં આવી હતી. આ દરમિયાન, એક અફવા ફેલાઈ ગઈ કે ટ્રેનમાં આગ લાગી હોવાથી તેને રોકવામાં આવી છે. લોકો ઝડપથી ટ્રેનમાંથી કૂદી પડ્યા અને પાટા પર આવી ગયા. તે જ સમયે, મનમાડથી ભુસાવલ જતી કર્ણાટક એક્સપ્રેસ બીજા ટ્રેક પરથી પસાર થઈ ગઈ. આ મુસાફરો કર્ણાટક એક્સપ્રેસ દ્વારા કચડાઈ ગયા હતા. આમાં 11 લોકોના મોત થયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *